તાજેતરમાં ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતની મુલાકાત લેવામાં આવી હતી, અને તે સમયે તેમને અમદાવાદ ખાતે મેટ્રો ટ્રેનનું ઉદ્ઘાટન કરી તેમાં મુસાફરી કરી હતી. આ મુસાફરી સમય દરમિયાન તેઓની સાથે જી.ટી.યુ.ની વિદ્યાર્થીઓને સંવાદ કરવાની તક મળી હતી. તેમાં એસવીઆઈટી ખાતે અભ્યાસ કરતી કુમારી ખુશી ચોક્સી અને કુમારી દ્રષ્ટિ મોહિતે ને ૩૬માં નેશનલ ગેમ્સ, રમતગમત અને નારી સશક્તિકરણ પર ચર્ચા થઈ હતી. ખુશી ચોક્સી જણાવે છે કે ખૂબ જ નમ્ર સ્વભાવના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે તેમને રમતગમત માં મહિલાઓના યોગદાન વિષય પર વાતચીત કરી હતી. જ્યારે કુમારી દ્રષ્ટિ મોહિતે જણાવે છે કે જીટીયુના એન્જિનિયરિંગના અભ્યાસ વિશે પર તેમની માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી સાથે ચર્ચા થઈ હતી.
એસવીઆઈટી ની આ વિદ્યાર્થીનીઓ જી.ટી.યુ. તરફથી આંતર યુનિવર્સિટી રમત સ્પર્ધાઓમાં ભાગ લઈ ચૂકી છે. આ મુલાકાત ને તેમની જીવનની અમૂલ્ય યાદગીરી તરીકે માને છે. જી.ટી.યુ. તથા એસ.વી.આઇ.ટી. મેનેજમેન્ટ નો આભાર માન્યો હતો કે તેમના થકી તેઓ આજે માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાથે સંવાદ કરવાની તક મળી હતી.
એસ.વી.આઇ.ટી. વાસદ ના અધ્યક્ષશ્રી રોનક કુમાર પટેલ, ઉપાધ્યક્ષ શ્રી હાર્દિક કુમાર પટેલ, મંત્રી શ્રી ગૌરાંગભાઇ પટેલ, સહ મંત્રી શ્રી નૈતિક પટેલ, ખજાનચી શ્રી અલ્પેશ ભાઈ પટેલ, ટ્રસ્ટી શ્રી સંજયભાઈ પટેલ, શ્રી સતિષભાઈ પટેલ, હેમંતભાઈ પટેલ, શ્રીમતી ગાયત્રીબેન પટેલ, કેમ્પસ ડાયરેક્ટર શ્રી દિનેશભાઈ પટેલ, આચાર્ય ડૉ.ડી.પી. સોની, ડૉ.વિકાશ અગ્રવાલ (ડી.પી.ઈ) અને સમસ્ત એસ.વી.આઇ.ટી પરીવાર તરફથી બંને વિદ્યાર્થીનીઓને શુભેચ્છાઓ પાઠવવા માં આવી હતી.
