Gujarat

શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ હાડગુડ દ્વારા મદની સિફાખાના હુસૈની ક્લિનિક શુભારંભ કરવામાં આવ્યો.  

રિપોર્ટર.મકસુદ કારીગર
આણંદ પાસે આવેલ હાડગુડ ગામમાં શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા હુસૈની ક્લિનિકનું શુભારંભ કરવામાં આવ્યું,  તેમજ આંખ ચેકઅપ કેમ્પ, બોડી ચેકઅપ કેમ્પ, તેમજ આયુષ્માન કાર્ડ, ઈ શ્રમ કાર્ડ તથા બેન્ક ઓફ બરોડા ના ખાતા મફત ખોલવા માટે નું પણ કેમ્પ આજના રોજ કરવામાં આવ્યું જેમાં હાડગુડ તથા આજુબાજુ ગામના 300 થી વધુ લોકોએ મફત કેમ્પનું લાભ ઉઠાવ્યો હતો.
શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ના ગુજરાત ના નિગરાન સૈયદ મુજ્જફર અશરફી ના હસ્તે  રીબીન કાપવામાં આવી અને હુસૈની ક્લિનિક (મદની સિફાખાના ) લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો તેમજ આણંદ ના નિગરાન મિર્ઝા ઈરફાન અશરફી પણ હાજર રહ્યા હતા.તેમજ શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ હાડગુડના પ્રમુખ સૈયદ ખલીલ અહેમદ તથા ટ્રસ્ટ ના સભ્યો હાજર રહ્યા હતા. તેમજ હુસૈની ટિફિન સેવા હાડગુડ ના પ્રમુખ સૈયદ પરવેજ યમની સાહબ,ગુજરાત સૈયદ સમાજના પ્રમુખ સૈયદ આઝમઅલી,એસ કે ગ્રુપ ના પ્રમુખ સૈયદ મુસ્તાક અલી (બોસ )આણંદ જિલ્લા પંચાયત સભ્ય જયનસિંહ ચૌહાણ હાજરી આપી હતી
ગ્રામજનોએ સાથ સહકાર આપી કેમ્પ સફળ બનાવ્યો હતો.
તેમજ ટ્રસ્ટ ના પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું કે આગામી સમયમાં ગ્રામજનોને  તથા આજુબાજુ ના લોકોને વધુ આરોગ્યલક્ષી સેવા સારી મળી રહે તેવા અમારા ટ્રસ્ટ તરફથી પ્રયત્ન રહશે.

IMG-20221004-WA0011.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *