Gujarat

સરકારી વિનયન અને વાણિજય કોલેજ કઠલાલ ખાતે EVM મશીનના નિદર્શન અંગેનો કાર્યક્રમ યોજાયો

રિપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
રાષ્ટ્રના નિર્માણમાં ચૂંટણી મહત્વની ભૂમિકા અદા કરે છે. યુવાનો નુતન ભારતના સર્જનહાર અને ઘડવૈયા છે. આપણે સૌ જાણીએ છીએ તેમ ચૂંટણી એ લોકશાહીનો પ્રાણ છે. જેને અનુસંધાને યુવાનો ચૂંટણીમાં મતદાન અંગેની પ્રક્રિયાથી પરિચિત થાય તેમજ EVM Machine થી વાકેફ થાય તેવા યશસ્વી અને ઉમદા હેતુથી સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, કઠલાલના રાષ્ટ્રીય સેવા યોજના (NSS) વિભાગ દ્વારા Electoral Literacy Club ને અનુસંધાને  કોલેજના આચાર્ય માન. ડૉ. અમિતકુમાર પરમારની પ્રેરણાથી તેમજ ઉપાચાર્ય પ્રા. વૈશાલી મકવાણાની પ્રેરક ઉપસ્થિતીમાં Electronic Voting Machine (EVM), Ballot Unit (BU), Control Unit (CU) અને Voters Verifiable Paper Audit Trail (VVPAT) મશીનનું નિદર્શન અંગેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.
કઠલાલ તાલુકા મામલતદાર  દેવમ ચૌહાણના સહકારથી પ્રસ્તુત કાર્યક્રમમા બગડોલ પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક  રાકેશભાઈ ડબગર દ્વારા વિદ્યાર્થીઓને EVM નું નિદર્શન કરાવવામાં આવ્યું હતું આજના યુવાનો ચૂંટણી અંગેની  પ્રક્રિયાથી, મતદાનની પ્રક્રિયાથી, મતદાન  મશીનથી વાકેફ થાય તેવા ઉમદા હેતુથી રાષ્ટ્રીય સેવા યોજનાના પ્રોગ્રામ ઓફિસર અને સમાજશાસ્ત્ર વિભાગના પ્રા. પરેશ પટેલ દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન કરવામાં આવેલ. કોલેજના કેમ્પસ એમ્બેસેડર ભાર્ગવ પંચાલ અને ઈશા ભટ્ટ એ વિદ્યાથીઓને NOTA અંગે પરિચિત કર્યા હતા. વધુમાં વિદ્યાર્થીઓને Voter Helpline App થી વાકેફ કરી તેના ઉપયોગ અંગેની પાયાની જાણકારી અપાઈ હતી.

IMG-20221004-WA0066.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *