Gujarat

ઊનાના સનખડા-ગાંગડા રોડ અતિબિસ્માર નવો મંજુર થવા છતાં હજુ ન બનતા વાહન ચાલકો ત્રાહીમામ..

આ રોડ માત્ર ૨ કિ.મી.નું અંતર છે તેમાં ૨૧ બંમ્પના કારણે લોકો પરેશાન….

ઉના – ઉનાના સનખડા ગાંગડા રોડ ઘણા સમયથી બિસ્માર રસ્તાના કારણે તેમજ ધુળની ડમરી ઉડતી હોવાથી ગામના તેમજ આજુબાજુના પાંચથી વધુ ગામને જોડતો રસ્તો હોય લોકો અહીથી પસાર થતી વખતે ત્રાહિમામ પોકારી ગયા છે. અગાઉ પંચાયત સહીતના ગામના લોકોએ અનેકવાર તંત્રને રજુઆતો કરવા છતાં આજે સુધી રસ્તાને નવિનિકરણ કરવામાં આવેલ નથી. જોકે આ રસ્તો મંજુર થઇ ગયેલ હોવા છતાં હજુ સુધી વર્કઓડરના વાંકે ન બનતા આ બિસ્માર રસ્તા પરથી પસાર થતા લોકો હાલાકી સહન કરી રહ્યા છે. તો બીજી તરફ સનખડા-ગાંગડા રોડનું અંતર માત્ર બે કિ.મી. છે તેમાં ૨૧ બંમ્પ હોવાના કારણે વાહન ચાલકોને કુંટુ અંતર કાપતા ઘણો સમય લાગે છે. જ્યારે ઈમરજન્સી એમ્બ્યુલન્સ પસાર થતી વખતે રસ્તા પર ૨૧ બંમ્પના કારણે દર્દી પણ સમયસર હોસ્પીટલે સારવાર માટે પહોચી ન શક્તા અંતે દર્દીઓને હાલાકીનો ભોગવી પડે છે. આ સનખડા-ગાંગડા ગામનો મુખ્ય રોડ બાબતે રાજ્કીય આગેવાનો રસ દાખવીને વહેલતકે રોડનું કામ ચાલુ થાય તેવી ગામ લોકોમાં માગ ઉઠી છે..

 

બોક્ષ્ – બેંક, પોસ્ટ ઓફીસ, આરોગ્ય કેન્દ્ર જેવી સુવિધા છે પણ સારા રસ્તા નથી….. વેપારી, મહાવીરસિંહ.

 

સનખડા ગામના વેપારી મહાવીરસિંહે જણાવેલ કે અમારા ગામમાં બેંક, પોસ્ટ ઓફીસ, આરોગ્ય કેન્દ્ર જેવી સુવિધા છે. પરંતુ રસ્તો અતિ બિસ્માર હોય જેથી તાત્કાલીકા આ રસ્તો બનાવવામાં આવે તેવી વેપારીઓની માંગ છે.

બોક્ષ્ – સરકાર માંથી વર્કઓડર મંજુર થઇને આવ્યા નથી….

ઊનામાં માર્ગ મકાન વિભાગના અધિકારી સીતાપરાનો ટેલીફોનિક સંપર્ક કરતા તેમણે જણાવેલ કે સનખડા-ગાંગડા રોડનું ટેન્ડર થઇ ગયુ છે. એજન્સી પણ ફિક્સ થઇ ગઇ છે. પરંતુ સરકાર માંથી વર્કઓડર મંજુર થઇને આવે ત્યારે થાઇ, કદાચ આચાર સહીતા પહેલા વર્કઓર્ડર આવી જાય. આ અમારા લેવલનું નથી સરકારના લેવલનું કામ છે….

સનખડા-ગાંગડા-રોડ-બીસ્માર-રસ્તો-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *