Gujarat

જેતપુરમાં ૨૭ ઓક્ટોબર ૨૦૨૨ “સ્વાગત ફરીયાદ” નિવારણ કાર્યક્રમ યોજાશે ૧૦ ઓક્ટોબર સુધીમાં પ્રશ્નો રજૂ કરવા સૂચના

રાજ્યના નાગરિકોને ગ્રામ્ય કે તાલુકા કક્ષાના પ્રશ્નોનું નિવારણ ન્યાયિક તેમજ અસરકારક રીતે થાય અને તે તાલુકા મથકેથી જ કરવામાં આવે તે માટે તાલુકા કક્ષાએ ” સ્વાગત ફરિયાદ” નિવારણ કાર્યક્રમ મુખ્યમંત્રીશ્રી દ્વારા યોજવામાં આવે છે, જે અંતર્ગત જેતપુર તાલુકા અને જેતપુર શહેરના પ્રશ્નોના ઉકેલ માટે આગામી તારીખ ૨૭/૨૦/૨૦૨૨ ના રોજ બપોરના  ૧૨.૩૦ કલાકે મામલતદારશ્રીની કચેરી જેતપુર ખાતે સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
જેતપુર તાલુકાના ગ્રામ્ય કે તાલુકા કક્ષાના પ્રશ્નો અંગેની અરજી બે નકલમાં પુરાવા સાથે મામલતદાર કચેરી જેતપુર ખાતે તારીખ ૧૦/૧૦/૨૦૨૨ સુધીમાં રજૂ કરવા મામલતદાર જેતપુર શહેર શ્રી કે.એમ.અઘેરા તેમજ જેતપુર ગ્રામ્ય મામલતદારશ્રી ડી.એ.ગીનીયાની સંયુકત યાદીમાં જણાવવામાં આવ્યું છે
તાલુકા “સ્વાગત” માં અરજી કરતા પહેલા કોઈ પણ અરજદારે ગ્રામ્ય કક્ષાનો પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયત, તલાટી, ગ્રામસેવકને અરજી કરેલ હોય અને તેનો નિકાલ અનિર્ણિત હોય અને તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો જવાબદાર અધિકારીશ્રીને લેખિતમાં અરજી  કરેલ હોવી જરૂરી છે. કાર્યક્રમમાં અરજદાર જાતે પોતે રૂબરૂ પોતાના પ્રશ્નોની આધાર પુરાવા સાથે એક વિષયને લગતી જ રજૂઆત કરી શકશે સામુહિક રજૂઆત કરી શકશે નહીં. જેની જેતપુર શહેર અને તાલુકાના પ્રશ્નકર્તા એ કાળજી રાખવી. આ ઉપરાંત પ્રશ્ન કે રજૂઆત કરતા વ્યક્તિનું નામ, સરનામું, મોબાઈલ નંબ નો ઉલ્લેખ અરજીમાં કરવામાં આવે તે જરૂરી છે.
વ્યક્તિગત આક્ષેપ, કોર્ટ મેટર , આંતરિક તકરાર જેવી અરજી પર કોઈ કાર્યવાહી નહી થઇ શકે જેની દરેક અરજદારે નોંધ લેવા મામલતદાર કચેરી, જેતપુર દ્વારા જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *