Gujarat

પ્રદેશ કોંગ્રેસ સમિતિની રજૂઆતો ફળી.. ભચાઉ  રેલવે સ્ટેશને ત્રણ ટ્રેનો થોભશે. 

આદિપુર કોલેજ રોડ નું કામ શરૂ કરવામાં આવ્યું.
આદિપુર :   ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ  એસ. સી. વિભાગ દ્વારા  ભચાઉ રેલવે સ્ટેશન પર ત્રણ ટ્રેનો ને સ્ટોપ આપવા રજૂઆતો કરવામાં આવી હતી સાથે સાથે આદિપુરના મદનસિંહ ચોકથી કોલેજ રોડ તરફ  જતો માર્ગ   છેલ્લા લાંબા સમયથી અધવચ્ચે મૂકી દેવાયેલું  હતું. આ કામ વહેલી તકે પૂર્ણ  કરવામાં આવે તે માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી. આ  રજૂઆતો અને અખબારી અહેવાલોની અસર સ્વરૂપે  ભચાઉ રેલવે સ્ટેશન પર ભુજ બરેલી , ગાંધીધામ પુરી અને ગાંધીધામ નગર કોઈલ ને સ્ટોપ આપવાની રેલવે વિભાગ દ્વારા ઘોષણા કરવામાં આવી  છે સાથે સાથે આદિપુર કોલેજ તરફ જતા અને લાંબા સમયથી અધવચ્ચે મુકાયેલા માર્ગનુ કામ શરૂ થતા લોકો એ હાશકારો અનુભવ્યો છે.
    ભચાઉ સ્ટેશનને ત્રણ ગાડીને સ્ટોપ આપવા અને આ માર્ગને વહેલી તકે શરૂ કરવા   ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ એસ .સી. વિભાગના કન્વીનર ગોવિંદ દનીચા એ વારંવાર ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરી હતી  સાથે સાથે અખબારી અહેવાલોના પડઘા પડતા આ કામ શરૂ કરવામાં આવ્યું  છે .
   ભચાઉ સ્ટેશને ત્રણ ટ્રેનો ને સ્ટોપ આપવા  બદલ અને આદિપુર કોલેજ રોડ નું કામ કાર્યરત કરવા બદલ  શ્રી દનીચા એ પત્રકારો નો અને પ્રશાસનનો આભાર માન્યો હતો.

IMG-20221007-WA0121.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *