Gujarat

ચૂંટણી પ્રક્રિયા અંગેની વિશદ જાણકારી રજૂ કરાઈ

જૂનાગઢ જિલ્લામાં ચૂંટણીની તૈયારી કલેક્ટરશ્રી રચિત રાજના માર્ગદર્શન હેઠળ થઈ રહી છે. જે અન્વયે મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનીટરિંગ  (એમ.સી.એમ.સી) કમિટીની તથા આર.ઓ.ની બેઠક અને તાલીમ આજે કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી.

અધિક નિવાસી કલેક્ટર શ્રી એલ.બી. બાંભણિયા,  પ્રાંત અધિકારી સર્વશ્રી ભૂમિ કેશવાલા,  રીના ચૌધરી વગેરે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી ચૂંટણી પ્રક્રિયા અંગેની વિશદ જાણકારી રજૂ કરી હતી.આ બેઠકનું સંચાલન નાયબ ચુંટણી અધિકારીએ કર્યું હતું.

આ કમિટીમાં નિમણુંક પામેલા 18 નોડલ અધિકારીઓ અને આર.ઓ.ની જવાબદારીઓ સુનિશ્ચિત કરાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *