Gujarat

કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે લાખાબાવળ ગામમાં રૂ. ૫ લાખના ખર્ચે નિર્માણ પામનાર પેવર બ્લોક, કમ્પાઉન્ડ વોલના કાર્યોનું ખાતમુર્હૂત કર્યું  

રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે જામનગર તાલુકાના લાખાબાવળ ગામે જૂના પાદર વિસ્તારમાં રૂ.૫ લાખના ખર્ચે આશાપુરા મંદિર પાસે નિર્માણ પામનાર પેવર બ્લોક તેમજ આંગણવાડીના કમ્પાઉન્ડ વોલના કાર્યોનું ખાતમુર્હૂત કર્યું હતું. આ પ્રસંગે કૃષિમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ સમગ્ર રાજ્યમાં વિકાસના કામો થવા એ રોજીંદી પ્રક્રિયા છે. જામનગર જિલ્લાના તમામ ગામોમાં મહત્તમ વિકાસકાર્યો હાથ ધરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર તમામ લોકોની સુખાકારી માટે સતત પ્રયત્નશીલ છે.

કાર્યક્રમમાં ઉપસરપંચશ્રી જયદીપસિંહ જાડેજા, ગ્રામ આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Lakhabavad-4.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *