Gujarat

રાણપુરમાં નવનિયુક્ત PSI એસ.જી.સરવૈયા નો ટ્રાફીક ડ્રાઈવમાં સપાટો..

મેઈન બજારમાં અને જાહેર માર્ગો ઉપર દબાણ નહી કરવા આપી કડક સુચના,કાયદાનુ પાલન નહી કરનાર સામે થશે ગુન્હો દાખલઃPSI.
બોટાદ જીલ્લા પોલીસ વડા કીશોર બળોલીયા દ્વારા રાણપુર પોલીસ સ્ટેશન ખાતે કડક અધિકારી ની છાપ ધરાવતા અને લોકોને કાયદાનુ કડક પાલન કરાવનાર PSI એસ.જી.સરવૈયા ને મુકવામાં આવ્યા છે ત્યારે PSI એસ.જી.સરવૈયા એ ચાર્જ સંભાળતાની સાથે અસામાજીક પ્રવૃતી અને ટ્રાફીક ઉપર કડક કામગીરી કરવાની ચાલુ કરી છે ત્યારે આજરોજ સાંજના સમયે PSI એસ.જી.સરવૈયા એ પોલીસ કાફલા સાથે રાણપુર શહેરની મુખ્ય બજાર અને જાહેર માર્ગો ઉપર ફુટ પેટ્રોલિંગ કરી દુકાનદારો,લારી-ગલ્લા ધારકોને રોડ ઉપર દબાણ નહી કરવા કડક સુચના આપવામાં આવી હતી.અને જો દબાણ કરવામાં આવશે તો ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની પણ સુચના આપવામાં આવી હતી.PSI એસ.જી.સરવૈયા એ કહ્યુ હતુ કે દરોજ પોલીસ મુખ્ય બજારમાં અને જાહેર માર્ગો ઉપર ટ્રાફીક દુર કરવા પેટ્રોલિંગ માં નિકળીશે અને લોકોને કાયદાનુ પાલન કરાવામાં આવશે…
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર

IMG-20221008-WA0133.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *