Gujarat

ખેડા પોલીસ સ્ટેશનમાં બે સામે ગંભીર ધારાઓમાં થયેલ ખોટી ફરીયાદને તાત્કાલીક રદ કરવા માંગ..

કરણી સેનાના કાર્યકારો દ્રારા ઊના ના.મામલતદારોને લેખિત રજુઆત કરી..

ઊના – ખેડા પોલીસ સ્ટેશનમાં સર્વ સમાજ સેનાના સંસ્થાપક અને કરણી સેનાના કાર્યકારી અધ્યક્ષ મહિપત સિંહ ચૌહાણ જી અને અન્ય બે વ્યકતિ સામે ચિત્રાસરમાં રહેતા અને સિક્યોરિટીના કર્મચારી ગૌતમ શ્રીમાળી દ્વારા ગંભીર ધારાઓમાં ખોટો ગુન્હો દાખલ કરાવામાં આવ્યો છે. આ પહેલા પણ ગૌતમ શ્રીમાળી દ્વારા ઘણા બધા ખોટા એટ્રોસિટી કેસો કરેલ હોય અને મહીપતસિંહ છેલ્લા ઘણા સમયથી કંપનીઓમાં નોકરી કરતા કર્મચારીઓને ન્યાય અને અધિકાર અપાવવાનું દાયિત્વ નિર્વાહ કરે છે. ત્યારે આવી ખોટી ફરિયાદ પાછળના તથ્યોની ઉચ્ચસ્તરીય તપાસ થાય અને દોષીઓ વિરૃદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ શૈલેશસિંહ રાજપુત, નરેન્દ્રસિંહ જાદવ, રિતેશસિંહ ચાવડા સહીત રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના દ્વારા રાજ્યના ગૃહ મંત્રીને સંબોધી પ્રાંત કચેરીને લેખિત રજૂઆત કરવામાં આવેલ છે.

 

-કાર્યકારો-દ્રારા-ઊના-ના.મામલતદારોને-લેખિત-રજુઆત-કરી.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *