Gujarat

વઢવાણના ખેડૂતોએ પાણીની સમસ્યા ના સુલજાવી તો ચૂંટણી બહિષ્કારની આપી ચીમકી

સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ખેડૂતોને નર્મદાના નીર ન મળવાના કારણે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક અસરે નર્મદાના નીર શરૂ કરવા માટેની માંગણી કરવામાં આવી છે. ત્યારે હાલમાં શિયાળુ પાકનું વાવેતર કરવાનું હોવાના કારણે જ્યારે પાણી બંધ કરવામાં આવ્યું છે. ત્યારે ખેડૂતોમાં ભારે રોષ છવાયો છે. ત્યારે સરપંચો ભેગા મળી અને તાજેતરમાં જ ખોડું ગામે બેઠક કરવામાં આવી હતી અને જાે નર્મદાના પાણી શરૂ કરવામાં ન આવે તો ચૂંટણી બહિષ્કાર કરવા સુધીની તૈયારીઓ પણ બતાવી રહ્યા છે. લેખિતમાં કલેક્ટરને આવેદનપત્ર આપી અને હાલમાં પાણી પૂરું પાડવા માટે સરપંચો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે નર્મદા કેનાલમાં તાત્કાલિક અસરે પાણી છોડી અને ખેડૂતોને પાણી આપવા માટેની માગણી કરવામાં આવી છે. ત્યારે આગામી સમયમાં શિયાળુ પાક વાવેતર કરવાનું હોવાના કારણે હાલમાં પાણીની પુરતી જરૂરિયાત ખેડૂતોને જાેઈએ છે. ત્યારે ખેડૂતોને સતત પણે પ્રશ્ન મૂંઝવણમાં મૂકી રહ્યો છે કે, શિયાળુ વાવેતર કરવું કે કેમ ? શિયાળુ વાવેતર કરી આપ્યા બાદ જાે કેનાલમાં પાણી ન આવે તો વાવેતર કરેલા પાકનું શું ? ત્યારે આ અંગે રજૂઆત કરવામાં આવી છે અને જાે પાણી ખેડૂતોને પૂરતા પ્રમાણમાં નર્મદા કેનાલમાંથી નહીં આપવામાં આવે તો ખેડૂતો અને સરપંચો ભેગા મળી ચૂંટણીનો પણ બહિષ્કાર કરવાનું જણાવ્યું છે.

File-01-Page-18.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *