Gujarat

હાથ જાેડીને માફી માગુ છું અને દરેક દેવી દેવતાનું સન્માન કરૂ છું ઃ કેજરીવાલના પ્રધાન

અમદાવાદ
આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે વડોદરા આવ્યા છે ત્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા પોસ્ટર વોર શરૂ થઈ ગયું છે. રાજ્યભરમાં આમ આદમી પાર્ટી વિરોધી બેનરો લાગ્યા છે. ગઈકાલે દિલ્હીના મંત્રી રાજેન્દ્ર પાલનો ધર્માંતરણનો વીડિયો વાયરલ થયો હતો. જેના બાદ ‘હિન્દુ દેવતાને ભગવાન માનીશ નહીં’ નું પોસ્ટરમાં લખાણ સાથેના બેનર્સે ગુજરાતમાં ચર્ચા જગાવી છે. ગાંધીનગર-અમદાવાદ હાઈવે, રાજકોટ સહિત ગુજરાતના અનેક સ્થળો પર આમ આદમી પાર્ટી વિરોધી બેનર્સ લાગ્યા છે. રાજકોટ અને વડોદરામાં પણ બેનરો લાગ્યા છે. જેમાં ‘હિન્દુ દેવતાને ભગવાન માનીશ નહીં’નું પોસ્ટરમાં લખાણ લખાયું છે. ગઈકાલે દિલ્હીના મંત્રીનો રાજેન્દ્ર ગૌતમની હાજરીમાં સામૂહિક ધર્માંતરણની ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ ગુજરાતમાં તેનો રોષ જાેવા મળી રહ્યો છે. રાજ્યભરમાં આમ આદમી પાર્ટી વિરોધી બેનરો લાગ્યા છે. આ બેનર્સમાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને ટોપી પહેરાવી બેનરમાં ફોટો છાપ્યો છે. તો અરવિંદ કેજરીવાલના ફોટા સાથેના બેનરમાં ‘હું બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, રામ, કૃષ્ણને ભગવાન માનીશ નહિ’ તેવું લખવામાં આવ્યું છે. આ ઉપરાંત ‘આ છે આમ આદમી પાર્ટીના શબ્દો અને સંસ્કાર’ તેવું પણ કેટલાક બેનરમાં લખવામાં આવ્યું છે. આમ, ગુજરાતમાં એકતરફ આપના જાેરશોરના ચૂંટણી પ્રચાર વચ્ચે બેનર-પોસ્ટર યુદ્ધ શરૂ થયું છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે દિલ્હીમાં આમ આદમી પાર્ટીના સમાજ કલ્યાણ મંત્રી રાજેન્દ્ર ગૌતમની હાજરીમાં સામૂહિક ધર્માંતરણની ઘટના સામે આવી હતી. સામૂહિક ધર્માંતરણ દરમિયાન કેબિનેટ મંત્રીએ હાજરી આપતા વિવાદ થયો છે. રાજેન્દ્ર ગૌતમે સામૂહિક ધર્માંતરણ કાર્યક્રમમાં સનાતન ધર્મ અને હિન્દુ દેવી દેવતાઓની નિંદા પણ કરી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મળતી માહિતી મુજબ બુધવારે વિજયાદશમીના દિવસે કરોલબાગમાં રાની ઝાંસી રોડ પર આવેલા આંબેડકર ભવનમાં રાજેન્દ્ર ગૌતમની હાજરીમાં એક કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન કેટલાક લોકોએ બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી હતી અને તેમણે શપથ લીધા હતા કે, તેઓ હિન્દુ દેવી-દેવતાઓની પૂજા નહી કરે. ત્યારે દિલ્હીની આ ઘટનાથી આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રચારને મોટો ફટકો પડી શકે છે. જાે કે દિલ્હી સરકારના સમાજ કલ્યાણ મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમના હિંદુ દેવી-દેવતાઓ પરના નિવેદન બાદ આપની ભારે નિંદા થઈ રહી છે. સીએમ કેજરીવાલે નારાજગી વ્યક્ત કર્યા બાદ તેમના મંત્રી રાજેન્દ્ર ગૌતમે માફી માંગી છે. આપ નેતા અને અરવિંદ કેજરીવાલ સરકારમાં મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમે કહ્યું કે આજે મેં મીડિયામાં જાેયું કે બીજેપી મારા વિશે કેટલીક અફવાઓ ફેલાવી રહી છે. આ અફવાઓથી જે લોકોને દુઃખ થયું છે તેમની હું હાથ જાેડીને માફી માંગુ છું. તમને જણાવી દઈએ કે તેમની હાજરીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં હિંદુ દેવી-દેવતાઓની પૂજા અને તેમનું પાલન ન કરવાને લઈને મંત્રીનું નિવેદન સામે આવ્યું હતું. રાજેન્દ્ર પાલ ગૌતમે એક નિવેદન જારી કરીને પોતાના વાયરલ વીડિયો અને ભાજપના નેતાઓના આરોપોને નકારી કાઢ્યા છે. ગૌતમ દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મીડિયામાં જે પણ સમાચાર ચાલી રહ્યા છે તે સ્પષ્ટ છે કે ભાજપ તેમના વિશે કેટલીક અફવાઓ ફેલાવી રહી છે. હું ખૂબ જ ધાર્મિક વ્યક્તિ છું. હું અંગત રીતે તમામ દેવી-દેવતાઓને માન આપું છું અને મારા કાર્યો કે શબ્દોથી દેવી-દેવતાઓનું અપમાન કરવાનું સ્વપ્ન પણ ક્યારેય જાેઈ શકતો નથી. મેં કોઈની શ્રદ્ધા પ્રત્યે એક પણ શબ્દ નથી કહ્યું, હું દરેકની આસ્થાનું સન્માન કરું છું. મારા ભાષણમાં મેં શિક્ષણ, આરોગ્ય, રોજગાર, મોંઘવારી અને સામાજિક સમાનતા પર વાત કરી હતી. પરંતુ ભાજપના લોકો મારા વિશે ખોટી અફવાઓ ફેલાવી રહ્યા છે. ભાજપના લોકોના આ કૃત્યથી મને ઘણું દુઃખ થયું છે અને ભાજપના આ પ્રચારને કારણે જે લોકોને કોઈ પણ રીતે દુઃખ થયું છે તે તમામ લોકોની હું હાથ જાેડીને માફી માંગુ છું. જાેકે આ બેનર કોણે લગાવ્યાં એ અંગેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી, પણ ચૂંટણી સમયે આ પ્રકારનાં બેનર લાગતાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે, જાેકે રાજકોટમાં આપના કાર્યકર્તાઓ દ્વારા આ બેનર હટાવવામાં આવ્યાં હતાં. આ મામલે રાજકોટ આપના નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ મીડિયાને જણાવ્યું હતું કે હું પણ હિન્દુ છું અને કેજરીવાલ પણ હિન્દુ છે અમને હિન્દુ હોવાનો ગર્વ છે પરંતુ હિન્દુત્વના નામે આ પ્રકારની રાજનીતિ ન કરવી જાેઈએ. અમે લોકો ગુજરાતમાં વિકાસના કામો કરવા જઈ રહ્યા છીએ એટલે અમારો આ પ્રકારે ખોટી રીતે વિરોધ થઈ રહ્યો છે બેનર લગાવીને ભાજપ શું સાબિત કરવા માંગે છે એ ખબર નથી પડતી

File-02-Page-14-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *