લખનૌ
ઉત્તરપ્રદેશ સરકારે ગૌતમ બુધ્ધનગર(નોઇડા)માં રજિસ્ટર્ડ ૧.૨૫ લાખથી વધુ વાહન હટાવવાનો નિર્ણય કર્યો છે.આ નિર્ણય નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા દિલ્હીમાં વધી રહેલ પ્રદુષણના વધતા સ્તરને જાેતા ૧૦થી ૧૫ વર્ષ જુના વાહનોને દિલ્હી એનસીઆરના વિસ્તારમાંથી હટાવવાના આદેશ બાદ લેવામાં આવ્યો છે. ગૌતમબુધ્ધનગર જીલ્લા પરિવહન વિભાગે આવા વાહનોને હટાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.જુના વાહનોના માલિકોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે.સહાયક ક્ષેત્રીય પરિવહન અધિકારી (એઆરટીઓ) સિયારામ વર્માના જણાવ્યા અનુસાર આ વાહનોને રદ કરવામાં આવશે અથવા તો તેનો અન્ય કયાંક ઉપયોગ માટે એનઓસી જારી કરવામાં આવશે જાે કે આ એનઓસી એજ પસંદગીના જીલ્લા માટે હશે જે એનસીઆર અંતર્ગત આવતા નથી. પોલીસ કમિશ્નર ( ટ્રાફીક) ગણેશ સાહાએ કહ્યું કે પોલીસ વિભાગ પણ માર્ગો પર ચાલી રહેલ આવા વાહનોને પસંદ કરી તેમના માલિકોની વિરૂધ્ધ કાર્યવાહી કરી રહ્યું છે.ઉત્તરપ્રદેશ સરકારના આદેશ અનુસાર આ વાહનોને સંબંધિત ક્ષેત્રીય પરિવહન કાર્યાલયો એનઓસી જારી થયા બાદ સારા વાયુ ગુણવત્તાવાળા ૩૪ જીલ્લામાં ટ્રાંસફર કરી શકાય છે. પરિવહન વિભાગના આંકડા અનુસાર ગૌતમબુધ્ધનગરમાં એક ઓકટોબરે ૯૪,૨૯૯ ડીઝલ અને ૭,૩૧,૮૧૧ પેટ્રોલ સહિત ૮,૨૬,૧૧૦ રજિસ્ટર્ડ વાહન હતાં તેમાંથી કુલ ૧,૩૪,૦૭૩ વાહનોને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના નિયમો અને રાજય સરકારના આદેશ બાદ ચલાવવાની મંજુુરી હશે નહીં તેમાં ૨૫,૨૩૮ ડીઝલ અને ૧,૦૮,૮૩૫ પેટ્રોલથી ચાલનારા વાહન સામેલ છે. એનસીઆરથી જુના વાહનોને હટાવવા પર ગ્રીન ટ્રિબ્યુનલના ૨૦૧૬ના દિશાનિર્દેશને જાેતા ઉત્તરપ્રદેશ સરકારે કહ્યું કે જુના વાહનોને ડીરજિસ્ટર કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.આ વાહનોને દિલ્હી અનસીઆરમાં ચાલવા દેવામાં આવશે નહીં ડીઝલ વાહન જે ૧૫ વર્ષથી વધુ જુના છે અને બીએસ ૧ અથવા બીએસ ૨ મોડલના છે તેને રદ કરવામાં આવશે આ વાહનોના ટ્રાંસફર માટે કોઇ એનઓસી જારી કરવામાં આવસે નહીં
