Gujarat

મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ માળખાગત સુવિધાઓને લગતા કામો ત્વરિત થઈ રહ્યા હોવાથી લોકોની સુખાકારીમાં વધારો થયો છે: કૃષિમંત્રીશ્રી  

રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રીશ્રી રાધવજીભાઇ પટેલના હસ્તે જામનગર જિલ્લામાં આવેલ સિક્કા ગામે રૂ. ૪.૫ કરોડના ખર્ચે વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત રૂ. ૨.૧૨ કરોડના ખર્ચે પેવર બ્લોક અને ડામર રોડનું કામ, રૂ. ૧.૫૪ કરોડના ખર્ચે પંચવટી ફાટક રેલવે અંડર બ્રિજ માટે યુટિલિટી શિફ્ટિંગનું કામ, રૂ. ૬૦ લાખના ખર્ચે વિવિધ રોડ રીસરફેસિંગના કામ તેમજ વિકેન્દ્રિત જિલ્લા આયોજન અંતર્ગત રૂ. ૨૫ લાખના ખર્ચે કુમાર અને કન્યા શાળામાં પેવર બ્લોક, મજૂર કલ્યાણ કેન્દ્ર અને ભૂગર્ભ ગટરના વિવિધ વિકાસકાર્યો હાથ ધરવામાં આવશે.

કાર્યક્રમમાં કૃષિમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસના સૂત્રને રાજ્ય સરકાર સતત સાર્થક કરી રહી છે. રાજ્યમાં ભુપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશ હેઠળ માળખાગત સુવિધાઓને લગતા કામો ત્વરિત થઈ રહ્યા છે. વિકાસની અવિરત યાત્રામાં કોઈ ગામ કે શહેર બાકાત નથી. સિક્કા નગરપાલિકામાં વિકાસકાર્યો થવાના છે ત્યારે સરકારે નાણાકીય આયોજન કરીને તમામ વિસ્તારોની જરૂરિયાત સમજીને તે મુજબના કામો માટે પૂરતી ગ્રાન્ટો ફાળવી છે. છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચાડવો એ આપણી રાજ્ય સરકારની પ્રાથમિકતા છે.

કાર્યક્રમના અંતે ચીફ ઓફિસર શ્રી જયમલભાઈ મોઢવાડીયાએ આભારવિધિ કરી હતી. કાર્યક્રમમાં સિક્કા નગરપાલિકા પ્રમુખ શ્રી જુસબભાઈ બરોયા, કોર્પોરેટરશ્રીઓ, આગેવાન સર્વશ્રીઓ મુકુંદભાઈ સભાયા, શ્રી કુમારપાળસિંહ રાણા, શ્રી નિલેશભાઈ પાબારી, શ્રી દેવુભાઈ ગઢવી, વિવિધ સમાજના અગ્રણીઓ, નગરપાલિકાના કર્મચારીશ્રીઓ તેમજ બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

SIKKA-NAGAR-PALIKA-4.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *