આવતીકાલે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે જામનગરનાં પટેલનગર વિસ્તારમાં રૂા. ૯૯ લાખના ખર્ચે નિર્માણ પામેલ વાલ્મીકી સમાજ કોમ્યુનીટી હોલનું ઈ-લોકાર્પણ કરવામાં આવશે.
સંસદસભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ તથા મ્યુનિ. સભ્યશ્રીઓની ગ્રાન્ટમાંથી તૈયાર કરવામાં આવેલ આ કમ્યુનીટી હોલ ૮૦૦૦ ફુટ વિસ્તારમાં ફેલાયેલ છે. જેમાં મેરેજ હોલ, કીચન, સ્ટોર રૂમ, ડાઈનીંગ, પાંચ રૂમ, લેડીઝ તથા જેન્ટસ ટોયલેટ બ્લોક જેવી સુવિધાઓ છે. આ કોમ્યુનીટી હોલનો ઉપયોગ મેરેજ ફંકશન તથા અન્ય સામાજીક હેતુ માટે ક૨વામાં આવશે.


