મ્હે.પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.પી.ભંડારી સાહેબ
નાઓએ અમરેલી જીલ્લામાં બનતા મિલ્કત સંબંધી ગુન્હાઓ ડીટેક્ટ કરી આરોપી પકડવા તેમજ ચોરીમાં ગયેલ મુદ્દામાલ રીકવર કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને અમરેલી સીટી પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી આઇ.જે.ગીડા તથા અમરેલી સીટી પો.સ્ટે. સર્વેલન્સ ટીમ આજ રોજ અમરેલી ટાઉન વિસ્તારમા
પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન અમરેલી કમાન્ડ કંટ્રોલ નેત્રમ દ્વારા સીસીટીવી ની મદદથી અમરેલી સાવરકુંડલા રોડ રેલવે ફાટક પરથી એક ઇસમના કબ્જા માંથી અમરેલી સીટી પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૩૨૨૦૮૯૪, IPC કલમ-૩૭૯ મુજબના ગુનાના કામે અમરેલી શહેરમાં ડો.ગોંડલીયા સાહેબના દવાખાના પાસેની શેરીમાંથી ચોરી થયેલ એક હોન્ડા કંપનીનુ શાઇન મોટરસાયકલ જેના રજી. નંબર GJ-14-AM-5465 જેની કિ.રૂ.૫૦,૦૦૦/- સાથે પકડી પાડી ગુનો ડિટેક્ટ કરેલ છે.
*પકડાયેલ આરોપી*
ગોવિંદભાઇ સવજીભાઇ વાધેલા, ઉ.વ.૨૫, ધંધો.મજુરી, રહે.પાલીતાણા ગારયાધાર રોડ સેન્ટ જેવિયર્સ સ્કુલ પાસે, તા.પાલીતાણા જી.ભાવનગર
*પડાયેલ આરોપીનો ગુનાહીત ઇતીહાસ*
(૧)પાલીતાણા ટાઉન પો.સ્ટે. I ગુ.ર.નં.૦૦૩૪/૨૦૧૫ IPC કલમ-૩૭૯ (૨)પાલીતાણા ટાઉન પો.સ્ટે. ગુ.ર.નં.૦૦૨૧/૨૦૧૭ IPC કલમ-૩૨૩,૩૨૫,૩૫૪(અ),૫૦૬(૨),૧૧૪ GP act કલમ ૧૩૫ (૩)પાલીતાણા ટાઉન પો.સ્ટે. બી પાર્ટ ગુ.ર.નં.૦૦૦૪/૨૦૨૦ GP act કલમ ૧૩૫ (૪)પાલીતાણા ટાઉન પો.સ્ટે. બી પાર્ટ ગુ.૨.નં.૦૯૫/૨૦૨૦ GP act કલમ ૧૩૫ (૫)પાલીતાણા રૂરલ પો.સ્ટે. સી પાર્ટ ગુ.ર.નં.૦૫૩૭/૨૦૨૦ પ્રોહિ કલમ ૬૬(૧)બી
આમ, પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબની સુચના અને માર્ગદર્શન મુજબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.પી.ભંડારી સાહેબના માર્ગદર્શન મુજબ અમરેલી સીટી પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી આઇ.જે.ગીડા તથા અમરેલી સીટી પો.સ્ટે સર્વેલન્સ ટીમ દ્વારા તથા અમરેલી કમાન્ડ કંટ્રોલ (નેત્રમ) ની મદદથી આ કામગીરી કરવામાં આવેલ છે…
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી


