ઉના શહેરમાં ઈદે મિલાદુન નબીની ઉજવણી નિમીતે પોલીસ કડક બંદોબસ્ત સાથે જુલુસ નિકળ્યુ હતું. જેમાં મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહી ઈદની ઉજવણી ખૂબ ધૂમધામ પૂર્વક કરવામાં આવી હતી જેમાં મુસ્લિમ બિરાદરો દ્વારા જુલૂસમાં જોડાયા હતા. શહેરમાં વડલા, ત્રિકોણબાગ, ટાવર ચોક વિસ્તારોમાં જુલૂસ નીકળ્યું હતું.


