ઊના – વર્ષ ૨૦૧૭ થી સને ૨૦૨૨ સુધી હોદ્દા ઉપર રહેલા સરપંચ તથા સભ્યઓ દ્વારા ગ્રામપંચાયતનો વહીવટ મનસ્વી રીતે ચલાવેલ હોય એ સમય દરમ્યાન ગામમાં પંચાયતના સ્વભંડોળમાંથી તેમજ સરકારની નાણાપંચની ગ્રાન્ટમાંથી કરવામાં આવેલ વિકાસ કામો અને સરકારની જુદી જુદી યોજનાઓના કામો પંચાયત દ્વારા એજન્સીના ધોરણે રાખવામાં આવેલ કામો સરપંચ દ્વારા તદ્દન મનસ્વી રીતે પંચાયત ધારા તથા નાણાંકીય નિયમોની કોઈપણ જોગવાઈઓનું પાલન કર્યા સિવાય લાખો રૂપિયાની રકમ ચેકના બદલે રોકડેથી ચુકવી ગેરરીતિ તથા ભ્રષ્ટાચાર કરેલ હોય આ બાબતો સને ૨૦૧૭ તેમજ ૨૦૧૮/૧૯ નું ઓડીટ થતાં ધ્યાને આવેલ જેનીં યોગ્ય તપાસ કરી કાર્યવાહી હાથ ધરવા ધોકડવા ગ્રામ પંચાયત દ્રારા જીલ્લા વિકાસ અધિકારી, જી.પંચાયતને લેખિત રજુઆત કરી હતી.
રજુઆતમાં જણાવ્ય મુજબ સરકારના જુદાજુદા ઠરાવોની કોઈપણ જાતનું પાલનનું કર્યા સિવાય મનસ્વી રીતે નાળાંકીય વહીવટ ચલાવી હોદ્દાનો દુરપયોગ કરેલ હોય કામો પ્લાન એસ્ટીમેન્ટ મુજબ અને ગુણવતાયુક્ત થયા નથી. અને કામમાં વાપરવામાં આવેલ મટીરીયલ હલકી ગુણવતાનું વાપરેલ છે. તેમજ ઘણાં કાર્યો કર્યા સિવાય દેખાડી અને રૂપિયા ઉપાડી લીધેલ છે. અને કામોનો ખર્ચ જે દિવસે ગ્રાન્ટ જમા થતાંની સાથે લાખો રૂપિયાની રકમ ત્રાહિત વ્યકિત દ્વારા રોકડમાં બેંક ખાતામાંથી ઉપાડી લેવામાં આવી છે.તેમજ રૂા. ૯, ૪૦, ૦૦૦ જેવી માતબર રકમ પંચાયતના ખાતામાંથી કામ સાથે સબંધીત ન હોય તેવી ત્રાહીન વ્યકિત દ્વારા બેંકમાંથી કેશ વિડ્રોલ કરેલ છે. અને રકમ ઉપાડનાર પાસેથી સ્ટેમ્પ રીસીપ્ટ પણ મેળવવામાં આવી નથી. જેટલી રકમની બાહીત વ્યકિત સાથે મિલાપણું કરી ઉચાપત કરવામાં આવેલ છે. તેમજ રૂ. ૧, ૭૩, ૨૮૦ રકમ ખોટી રીતે ઉધારે કામ ન થયું હોવા છતાં ઉઘારી ઉચાપત કરવામાં આવી છે. જેથી હોજદારી રાહે કાર્યવાહી કરવી જોઈએ, નાણાંકીય નિયમો અને સરકારના જુદા જુદા ઠરાવોની જોગવાઈઓનું પાલન કર્યા વગર મનસ્વી રીતે હોદ્દાનો દૂ૨ઉ૫યોગ કરી રૂ. ૧૧, ૬૭, ૦૫ ની રકમના ખર્ચ કરવામાં આવ્યો છે. જેથી હોદ્દાના દુરુપયોગ કરી મનસ્વી રીતે કરેલ ખર્ચની રકમ જવાબદારો પાસેથી વસુલ લેવી જોઈએ.
આ તમામ બાબતો ઓડીટ અહેવાલમાં જણાવેલ છે. જે માન્ય પુરાવો છે. જેથી અન્ય એવિડન્સની જરૂરીયાત રહેતી નથી. વધુમાં ૨૦૧૭ થી ૨૦૨૧ દરમ્યાન પંચાયત દ્વારા લાખો રૂપિયાના કામો નાણાંકીય નિયમો કે જી. આર. ની જોગવાઈઓનું પાલન કર્યા સિવાય મનસ્વી રીતે ખર્ચ કરેલ છે. તે બાબતે વહીવટી તથા તાંત્રીક તપાસ જિલ્લા કક્ષાના અધિકારીઓ દ્વારા કરવામાં આવે તો ઘણી ગંભીર ક્ષતિઓ ગંભીર ગેરરીતિઓ અને ઉચાપતની બાબતો બહાર આવી શકે તેમ છે. જેથી આ પાંચ વર્ષના વહીવટની જિલ્લા કક્ષાના વહીવટી તથા તાંત્રીક અધિકારી બનેલી સિમીત દ્વારા કામોની સ્થળ ઉપર અરજદારને સાથે રાખી ભૌતિક ચકાસણી તથા રેકર્ડની તપાસણી કરી હક્રિકેત બક્ષી અહેવાલ તૈઘાર કરી જવાબદરો સામે કાયદાકીય તથા ફોજદારી રાહે પગલાં લેવામાં આવે તેવી અમારી માંગણી છે.
