ઊનાના ભેભા પ્રાથમિક શાળામાં ભેભા ગ્રામ પંચાયત યુવા સંગઠન અને કિશોરસિંહ જેમુભા રાઠોડના સોજન્યથી તેમજ મહેતા હોસ્પિટલના સહયોગ થી નેત્ર નિદાન કેમ્પ અને હાડકાને લાગતા તમામ દર્દી ઓને વિના મૂલ્યે કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં તમામ દર્દીઓને તપાસવામાં આવેલ અને જરૂરી દવા સાથે મોત્યો ઉતારવા હોસ્પિટલ એ ક્યારે આવવું તેનું સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કેમ્પમાં આજુ બાજુના ગામના 290 થી વધુ દર્દીએ લાભ લીધો. જેમાં ઓર્થો સર્જન નરેન્દ્ર બાંભણિયા તેમજ આંખના નિષ્ણાંત ઓપથોમેટીક પ્રેમકુમાર ઉમારિયાએ દર્દીઓની તપાસ કરી હતી.


