Gujarat

શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ હાડગુડ દ્વારા ઈદે મિલાદ પર્વ નિમિત્તે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો.

રિપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
આણંદ પાસે આવેલ હાડગુડ ગામમાં મુસ્લિમ સમાજનો પવિત્ર તહેવાર ઈદે મિલાદુન્નબી ના પવિત્ર તહેવાર નિમિત્તે શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ હાડગુડ દ્વારા અનોખો સેવા યજ્ઞ યોજવામાં આવ્યો.તાવ, ઉધરસ, શરદી, ડાયાબિટીસ, બ્લડ પ્રેસર, જનરલ રોગનું નિદાન ડોક્ટર મહેશ દ્વારા કરવામાં આવ્યું હતું.તેમજ કેમ્પમાં આવેલ દર્દીઓને દવા બિલકુલ નિઃશુલ્ક આપવામાં આવી હતી.પચાસ થી વધુ હાડગુડ ગામના તથા આજુબાજુ ગામના દર્દીઓએ આ કેમ્પનું લાભ લીધો હતો.
સમગ્ર કેમ્પનું આયોજન શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ના પ્રમુખ સૈયદ ખલીલ અહેમદ, ઉપ પ્રમુખ સૈયદ સાકીર અલી દ્વારા કરવામાં આવ્યો હતો. તેમજ ટ્રસ્ટના  સભ્યો સૈયદ પરવેજ યમની,સૈયદ આઝમ, સૈયદ અહેમદ,  સૈયદ હિફજુ વગેરે સભ્યોએ જહેમત ઉઠાવી કેમ્પ સફળ બનાવ્યો હતો

IMG-20221010-WA0005.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *