વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી જામનગર જિલ્લામાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે આવી પહોંચતા જામનગર એરફોર્સ ખાતે તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનશ્રીના સ્વાગતમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, સાંસદશ્રી સી.આર.પાટીલ, પૂર્વ મંત્રીશ્રી વસુબેન ત્રિવેદી, કલેકટરશ્રી ડો. સૌરભ પારઘી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રેમસુખ ડેલું, શ્રી રમેશભાઈ મુંગરા, શ્રી વિમલભાઈ કાગથરા સહિતના મહાનુભાવો, પદાધિકારીશ્રીઓ તેમજ અધિકારીશ્રીઓએ ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.
જામનગરનાં પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતેથી વડાપ્રધાનશ્રી દ્વારા રૂ.1448 કરોડના ખર્ચે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છે ત્યારે સમગ્ર જામનગરવાસીઓમાં આનંદની લાગણી છવાઈ છે.
