શ્રી સ્વામીનારાયણ ગુરૂકુળ ખીરસરામા શરદપુનમ ની ઉજવણી ધામધુમથી ઉજવવા મા આવી હતી જેમાં સંસ્થા ના સંસ્થાપક શ્રી પ. પુ. સદ્ શાસ્ત્રી નારાયણ સ્વરૂપ દાસજી સ્વામી તથા શાસ્ત્રી ધર્મસ્વરૂપ દાસજી સ્વામી એ અમેરિકા થી લાઈવ વિડિઓ કોન્ફરન્સ ના માધ્યમ થી સત્સંગ નો લાભ આપ્યો હતો તથા ખીરસરા ગુરુકુળ ના બાળાઓએ અવનવા રાસનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું શરદપુનમ ની રઢિયાળ રાતે રાસ ગરબા નો આનંદ માણ્યો હતો
અહેવાલ અતુલ લશ્કરી જામકંડોરણા
