મધ્ય ગુજરાત વીજ કંપની સીએસઆર હેઠળ દર વર્ષે સામાજિક સેવાના ભાવ સાથે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ તેમજ આરોગ્યની સેવા આપતી સંસ્થાઓને લાખો રૂપિયાના ઉપકરણો આપવામાં આવે છે આ વખતે મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા મધ્ય ગુજરાત વીજ કંપની વિસ્તારમાં આવતા છોટાઉદેપુર ગોધરા અને ડાકોરને ડી ટાઈપની ₹37 લાખના ખર્ચે તૈયાર થયેલ અદ્યતન સુવિધા વાળી એમ્બ્યુલન્સ આપવાનું નક્કી કરાતા જે અંતર્ગત આજરોજ જનરલ હોસ્પિટલ ખાતે મધ્ય ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ દ્વારા જનરલ હોસ્પિટલના અધિક્ષકને એમ્બ્યુલન્સ સુપ્રત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો આ અગાઉ છોટાઉદેપુર ખાતે એ અને બી ટાઈપ ની એમ્બ્યુલન્સ કાર્યરત છે પરંતુ છોટાઉદેપુર ખાતે રાજ્યપાલ કે પી.એમ. કે સી.એમ. જેવા વીઆઈપી મહેમાનોના આગમન વખતે તમામ સુવિધાઓથી સજ્જ ડી ટાઈપની એમ્બ્યુલન્સ વડોદરા થી મંગાવી પડતી હતી એ સમસ્યાથી છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ને છુટકારો મળ્યો છે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો જનરલ હોસ્પિટલના કર્મીઓ દ્વારા મધ્ય ગુજરાત વીજ કંપનીના અધિકારીઓનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. મધ્ય ગુજરાત વીજ કંપની વડી કચેરીના જનરલ મેનેજરે છોટાઉદેપુર જનરલ હોસ્પિટલના અધિક્ષકને એમ્બ્યુલન્સ ની ચાવી સુપ્રત કરી હતી ઉપસ્થિત મહાનુભવો એ રીબીન કાપી એમ્બ્યુલન્સને લીલી ઝંડી બતાવી રવાના કરી હતી
આ પ્રસંગે મધ્ય ગુજરાત વીજ કંપનીના મુખ્ય ઇજનેર એમ.ટી. સંગાડા ,અધિક મુખ્ય ઇજનેર આર.જી. નગરીયા ,ચીફ ફાઇનાન્સ મેનેજર સૌરવ નંદી, અધિક્ષક ઇજનેર વર્તુળ કચેરી વડોદરા એનએસ ચાવડા, ઇન્ચાર્જ અધિક્ષક ઇજનેર કે.ડી. ગુપ્તે ,કંપની સેક્રેટરી વિઠ્ઠલભાઈ ચૌહાણ ,છોટાઉદેપુર જીલ્લો મુખ્ય આરોગ્ય અધિકારી ડોક્ટર મહેશ ચૌધરી, ડી.ટી.ઓ ડોક્ટર ભરતભાઈ ચૌહાણ ,ટી.એચ.ઓ.ડોક્ટર મનહરભાઈ રાઠવા, જનરલ હોસ્પિટલ અધિક્ષક ડોક્ટર કેવલ મોદી, છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ નર્સિંગ હેડ વિજયભાઈ રાઠવા મધ્ય ગુજરાત વીજ કંપનીના કર્મચારી,ઓ જનરલ હોસ્પિટલના કર્મચારીઓ નર્સિંગ કોલેજના આચાર્ય તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


