પ્રભારી મંત્રી નિમિષાબેન
સુથારની ઉપસ્થિતિમાં યોજાશે ગરીબ કલ્યાણ મેળો
આજે તા.૧૪/૧૦/૨૦૨૨ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે છોટાઉદેપુર ખાતે આવેલા એસ.એન.કોલેજ ગ્રાઉન્ડ ખાતે રાજયના આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા તબીબી શિક્ષણ રાજયમંત્રી અને છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી નિમિષાબેન સુથારની ઉપસ્થિતિમાં ગરીબ કલ્યાણ મેળો યોજાશે.
એસ.એન.કોલેજ ખાતે યોજાનારા ગરીબ કલ્યાણ મેળામાં બોડેલી તાલુકાના ૪૫૯ લાભાર્થીઓને રૂા. ૪૫,૩૯,૮૪૧.૬૮, છોટાઉદેપુર તાલુકાના ૫૪૯ લાભાર્થીઓને રૂા.૯૪,૬૭,૪૫૫.૧૯ જેતપુર પાવી તાલુકાના ૫૦૯ લાભાર્થીઓને ૧,૨૭,૯૬,૨૧૪.૨૯, કવાંટ તાલુકાના ૪૯૬ લાભાર્થીઓને રૂા. ૧,૧૫,૮૪,૩૭૯.૩૮, નસવાડી તાલુકાના ૨૭૮ લાભાર્થીઓને રૂા. ૩૧,૨૫,૨૭૫.૧૬ અને સંખેડા તાલુકાના ૩૮૩ લાભાર્થીઓને રૂા. ૩૦,૦૩,૧૫૫.૬૨ મળી મેળા દરમિયાન ૨૬૭૪ લાભાર્થીઓને રૂા. ૪,૪૫,૧૬૩૨૧.૩૨ની સહાયનું વિતરણ કરવામાં આવશે.
મેળા પહેલા આપવામાં આવેલી સહાયની વિગતો જોઇએ તો બોડેલી તાલુકાના ૩૪૩૫ લાભાર્થીઓને રૂા.૭,૧૧,૬૭,૫૫૫.૦૭, છોટાઉદેપુર તાલુકાના ૩૨૩૦ લાભાર્થીઓને રૂા. ૪,૬૧,૯૦,૯૭૩.૮૦, પાવીજેતપુર તાલુકાના ૨૦૬૨ લાભાર્થીઓને રૂા. ૭,૮૦,૩૭,૭૩૫,કવાંટ તાલુકાના ૩૨૧૫ લાભાર્થીઓને રૂા.૭,૦૪,૦૩,૦૩૬, નસવાડી તાલુકાના ૪૨૬૯ લાભાર્થીઓને રૂા. ૧૯,૮૫,૦૦,૭૧૨.૫ અને સંખેડા તાલુકાના ૨૯૧૩ લાભાર્થીઓને રૂા. ૨૪,૦૪,૬૪,૪૮૫.૨૦ મળી ૧૯૧૨૪ લાભાર્થીઓને રૂા. ૭૦.૪૭,૬૪,૪૯૭.૬ની સહાયની ચૂકવણી મેળા પહેલા કરવામાં આવી છે.
આ ઉપરાંત ગરીબ કલ્યાણ મેળો પુરો થયા બાદ પણ લાભાર્થીઓને સહાય વિતરણનો સીલ સીલો અવિરતપણે ચાલુ રહેશે. મેળો પુરો થયા બાદ પણ બોડેલી તાલુકાના ૪૧૩ લાભાર્થીઓને રૂા. ૧૭,૨૭,૬૮૮.૫૪, છોટાઉદેપુર તાલુકામા ૨૩૬ લાભાર્થીઓને ૧૩,૪૩,૩૧૧.૧૪, જેતપુર પાવી તાલુકાના ૫૩૭ લાભાર્થીઓને ૨૪,૮૯,૦૯૨.૧૬, કવાંટ તાલુકાના ૨૪૦ લાભાર્થીઓને રૂા. ૧૨,૭૫,૫૮૮.૭૨, નસવાડી તાલુકાના ૨૪૭ લાભાર્થીઓને રૂા. ૧૩,૫૬,૪૦૮.૪૮ અને સંખેડા તાલુકાના ૩૯૮ લાભાર્થીઓને ૨૨,૨૧,૧૧૮.૫૫ની સહાય મેળો પુરો થયા બાદ પણ લાભાર્થીઓને આપવામાં આવશે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
