Gujarat

 એક દેશી હાથ બનાવટની એક નાળી વાળી બારા બોરની બંદુક સાથે બે ઈસમને ઝડપી પાડતુ સ્પેશીયલ ઓપરેશન ગૃપ  

જે.જી.ચાવડા સાહેબ I/C પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ જીલ્લામાં બનતા હથિયાર બંધીના ગુન્હા શોધી કાઢી પરીણામલક્ષી કામગીરી કરવા સુચના કરતા એસ.ઓ.જી. I/C પોલીસ ઇન્સપેક્ટર, જે.પી.મેવાડા નાઓની સુચના મુજબ પોલીસ સબ ઇન્સપેક્ટર ડી.એચ. વાઘેલા નાઓ એસ.ઓ.જી. ઓફિસ ખાતે હાજર હતા તે દરમ્યાન અમોને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે “રંગપુર પોસ્ટે તાબેના ભોરદા ગામે પટેલ ફળીયામા રહેતા નીલેશભાઇ રમેશભાઇ રાઠવા નાઓ પોતાના કબજામા લાયસન્સ પરવાના વગરનુ ગેર કાયદેસર હથીયાર રાખી વેચાણ કરે છે અને આજરોજ તેની પાસેથી એક બહારનો ઇસમ હથીયાર લેવા માટે સિમલકુવા ગામે આવેલ કોલીયારી કોતરવાડા પુલ ઉપર આવાનો છે.” જે બાતમી આધારે બાતમી વાળી જગ્યાયે સિમલકુવા ગામે આવેલ કોલીયારી કોતરવાડા પુલ ઉપર બે ઇસમો (૧) નીલેશભાઇ રમેશભાઇ (૨) દિનેશ રિકારામ મેઘવાલનાઓના પાસેથી ગેરકાયદેસર પાસ પરવાના વગરની મળી આવેલ દેશી હાથ બનાવટની એક નાળ વાળી બાર બોરની બંદુકની કિમત રૂપીયા ૧૫,૦૦૦/- તથા શક્તિમાન એક્સપ્રેશ લોંગ રેંજ હાઇ વેલોસીટી બનાવટના ૭૦ એમ.એમ ના મરૂણ કલરના જીવતા કાર્ટીઝ નંગ ૨ કિ.રૂ ૬૦૦/-મળી કુલ કિ.રુ ૧૫,૬૦૦/- નો મુદ્દામાલ મળી આવતાં તેઓના વિરૂધ્ધ ધી આર્મ્સ એકટ કલમ ૨૫ (૧- બી.) એ.૨૯ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવી આગળની વધુ કાર્યવાહી માટે રંગપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20221013-WA0053.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *