Maharashtra

વાયદા બજાર પર સોનું રૂ.1088 અને ચાંદી રૂ.4,206 ડાઊનઃ ક્રૂડ તેલ રૂ.87 વધ્યું

સપ્તાહ દરમિયાન કોટનનો વાયદો ગાંસડીદીઠ રૂ.790ના ભાવઘટાડા સાથે રૂ.32 હજારની અંદર સરક્યોઃ મેન્થા તેલ, નેચરલ ગેસ પણ ઢીલાં કોમોડિટી વાયદાઓમાં રૂ.130622 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.224632 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદામાં રૂ.433 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 7થી 13 ઓક્ટોબરના સપ્તાહ દરમિયાન 4,045,333 સોદાઓમાં કુલ રૂ.355,687.62 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.130622.01 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.224632.45 કરોડનો હતો.

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન 1,176,722 સોદાઓમાં કુલ રૂ.63,079.09 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.51,904ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.52,120 અને નીચામાં રૂ.50,400 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.1,088 ઘટી રૂ.50,884ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.674 ઘટી રૂ.40,454 અને ગોલ્ડ-પેટલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.92 ઘટી રૂ.5,038ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની નવેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.51,678ના ભાવે ખૂલી, રૂ.1,096 ઘટી રૂ.50,615ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.61,450ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.61,940 અને નીચામાં રૂ.56,194 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.4206 ઘટી રૂ.57,140 ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.4010 ઘટી રૂ.57,633 અને ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.3,959 ઘટી રૂ.57,688 બંધ થયો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં સપ્તાહ દરમિયાન એમસીએક્સ ખાતે 163,766 સોદાઓમાં રૂ.25,534.31 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ઓક્ટોબર વાયદો 1 કિલોદીઠ રૂ.2.05 વધી રૂ.208.45 અને જસત ઓક્ટોબર વાયદો રૂ.11.30 ઘટી રૂ.271ના ભાવ થયા હતા. આ સામે તાંબુ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.2.05 વધી રૂ.658.30 તેમ જ સીસું ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.0.50 વધી રૂ.182ના ભાવ થયા હતા.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન 513,831 સોદાઓમાં કુલ રૂ.41,678.97 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ઓક્ટોબર વાયદો સપ્તાહના પ્રારંભે રૂ.7,243ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.7,712 અને નીચામાં રૂ.7,082 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે 1 બેરલદીઠ રૂ.87 વધી રૂ.7,353 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ઓક્ટોબર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.25.30 ઘટી રૂ.552.50 બંધ થયો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં સપ્તાહ દરમિયાન એમસીએક્સ ખાતે 3,676 સોદાઓમાં રૂ.329.64 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ઓક્ટોબર વાયદો 1 ગાંસડીદીઠ રૂ.32,950ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.35,300 અને નીચામાં રૂ.31,750 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.790 ઘટી રૂ.31,930ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.11.70 ઘટી રૂ.989.10 થયો હતો.

કામકાજની દૃષ્ટિએ સપ્તાહ દરમિયાન એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.27,735.99 કરોડનાં 54,250.470 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.35,343.10 કરોડનાં 5,991.479 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.16,222.06 કરોડનાં 22,009,600 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં રૂ.25,457 કરોડનાં 461968750 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં રૂ.297.84 કરોડનાં 93725 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં રૂ.31.80 કરોડનાં 320.4 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 19,170.476 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 969.918 ટન, ક્રૂડ તેલમાં 746200 બેરલ અને નેચરલ ગેસમાં 9281250 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 75825 ગાંસડી, મેન્થા તેલમાં 623.16 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન બુલડેક્સ વાયદામાં રૂ.433.16 કરોડનાં 6,107 લોટ્સ ના વેપાર થયા હતા. બુલડેક્સ ઓક્ટોબર વાયદો 14,480ના સ્તરે ખૂલી, 474 પોઈન્ટ ઘટી 14,006ના સ્તરે હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.224,632.45 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.5,051.90 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,928.49 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.190,203.48 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.27,444.95 કરોડનાં કામકાજ થયાં હતાં.

વાયદા કોન્ટ્રેક્ટ્સની સાપ્તાહિક વધઘટ
એમસીએક્સ કોન્ટ્રેક્ટ પાકતી તારીખ ખૂલી (રૂ.) વધી (રૂ.) ઘટી (રૂ.) બંધ (રૂ.) વધઘટ (રૂ.)
બુલડેક્સ 25-10-22 14480 14550 13868 14006 -474
બુલડેક્સ 24-11-22 14511 14551 13915 14024 -479
ગોલ્ડ-ગિની 31-10-22 41143 41239 40121 40454 -674
ગોલ્ડ-ગિની 30-11-22 41013 41388 40380 40612 -662
ગોલ્ડ-ગિની 30-12-22 41439 41475 40500 40692 -826
ગોલ્ડ-પેટલ 31-10-22 5136 5145 5005 5038 -92
ગોલ્ડ-પેટલ 30-11-22 5150 5169 5030 5064 -91
ગોલ્ડ-પેટલ 30-12-22 5169 5194 5055 5094 -84
ગોલ્ડ-પેટલ 31-01-23 5199 5199 5047 5093 -116
સોનું 05-12-22 51904 52120 50400 50884 -1088
સોનું 03-02-23 52110 52346 50700 51155 -1048
સોનું 05-04-23 52101 52101 51320 51325 -1020
સોનું-મિની 04-11-22 51678 51872 50200 50615 -1096
સોનું-મિની 05-12-22 51900 52081 50456 50899 -1044
સોનું-મિની 05-01-23 52079 52222 50644 51021 -1024
ચાંદી 05-12-22 61450 61940 56194 57140 -4206
ચાંદી 03-03-23 62730 63197 57550 58451 -4021
ચાંદી 05-05-23 63850 63850 58620 59114 -3832
ચાંદી-માઈક્રો 30-11-22 61800 62199 56800 57688 -3959
ચાંદી-માઈક્રો 28-02-23 62850 63265 58100 58935 -3763
ચાંદી-માઈક્રો 28-04-23 63700 63993 59000 59811 -3701
ચાંદી-માઈક્રો 30-06-23 64200 64200 59866 60429 -3680
ચાંદી-મિની 30-11-22 61800 62200 56749 57633 -4010
ચાંદી-મિની

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *