ગુજરાત જાહેર સેવા આયોગ ગાંધીનગર દ્વારા આયોજીત નાયબ મામલતદાર – સેકશન ઓફિસર વર્ગ-૩ ની પ્રાથમિક કસોટીની પરીક્ષા રાજ્યવેરા નિરીક્ષક વર્ગ-૩ ની પ્રાથમિક કસોટી તા.૧૬ ઓકટબરના રોજ જૂનાગઢ જિલ્લાના ૬૬ પરીક્ષા કેન્દ્રો અને ૬૫૪ બ્લોક પર યોજાશે. જેમાં ૧૫૬૭૫ ઉમેદવાર પરીક્ષા આપશે. તા.૧૬ ઓક્ટોબરના રોજ જૂનાગઢ શહેરના ૫૮ તથા કેશોદ શહેરના ૮ મળી કુલ ૬૬ પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષા લેવાશે.
