Gujarat

વિવિધ સમિતિના નોડલ ઓફિસરોને ચૂંટણી સંબંધિત ખાસ સૂચનો  આપવામાં આવ્યા

આગામી સમયમાં વિધાનસભા ચૂંટણી યોજાનાર છે. ત્યારે ચૂંટણીને લગતી વિવિધ કામગીરીનું સરળ સંચાલન અને કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ થાય તે હેતુથી જામનગરમાં ચૂંટણીની કામગીરીમાં ફરજ બજાવનાર અધિકારીશ્રીઓ/ કર્મચારીશ્રીઓને ચૂંટણીલક્ષી તાલીમ આપવાના કાર્યક્રમનું કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને ધન્વંતરી હૉલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

વિધાનસભા ચૂંટણીને અનુલક્ષણીને જામનગર જિલ્લામાં ચૂંટણીની કામગીરી માટે નોડલ ઑફિસરશ્રીઓ, ઝોનલ ઑફિસરશ્રીઓ તથા ચૂંટણી ખર્ચ દેખરેખ નિયંત્રણ માટે વિધાનસભા મતદાર વિભાગ પ્રમાણે એફ. એસ. ટી., એસ. એસ. ટી., વી. એસ. ટી.,વી. વી. ટી., એકાઉન્ટિંગ ટીમ તથા આસિસ્ટન્ટ ઑબ્ઝર્વર શ્રીની ટીમની રચના કરવામાં આવી છે. ચૂંટણીની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે ચૂંટણી કામગીરીમાં ફરજ બજાવનાર વિવિધ ટીમના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓને તેમની કામગીરી લગત ૮૦ જામજોધપુર વિધાનસભા મતવિસ્તારના ચૂંટણી અધિકારી શ્રી એન. ડી. ગોવાણી દ્વારા વિસ્તૃત તાલીમ આપવામાં આવી હતી. તેમજ કલેકટર શ્રી ડૉ. સૌરભ પારધી તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિહિર પટેલ દ્વારા ચૂંટણીલક્ષી કામગીરી અંગે જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા હતા.

આ તાલીમમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી કલ્પનાબેન, પ્રાંત અધિકારીશ્રીઓ, ચૂંટણીની કામગીરી માટે નિયુક્ત કરાયેલા અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

election-2.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *