રાજય સરકાર ગુડ ગવર્નન્સનું કામ ગ્રાઉન્ડ લેવલથી કરી રહી છે આ વાતનો આજે ગરીબ કલ્યાણ મેળામાં અહેસાસ થયો. જયારે ગામડામાં રહેતા લાખો લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન દેખાય ગવર્નન્સ સાબિત થાય.
આ સરકારનો અન્ત્યોદયનો સંકલ્પ એજ રાજ્ય નિર્માણનો સંકલ્પ બની ગયો છે. ૨૦૦૯થી શરુ થયેલી ગરીબ કલ્યાણ મેળાની નરેન્દ્રભાઈ મોદીએ શરુ કરેલી આ યાત્રા અવિરતપણે ચાલુ છે અને ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર બખૂબી આગળ વધારી રહી છે.
સરકાર દ્વારા બાળકોને સારામાં સારી આરોગ્યલક્ષી સુવિધાઓ મળી રહે એ માટે રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ ચલાવવામાં આવે છે. છોટાઉદેપુર જિલ્લાના કટારવાંટ ગામની ચાર વર્ષીય માસૂમ દિકરી માટે આ રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ આશિર્વાદરૂપ સાબિત થયો છે.
વાત જાણે એમ છે કે, છોટાઉદેપુરના જિલ્લાના કટારવાંટ ગામે રામસિંહ રાઠવા રહે છે. રામસિંહભાઈના ઘરે ૨૦૧૮માં તેમના ત્રીજા સંતાન તરીખે સંધ્યા નામની બાળાનો જન્મ થયો. જન્મ વખતે બાળકનો ઉપરનો હોઠ અને તાળવું કુદરતી રીતે કપાયેલા હતા. એ જોઇને રામસિંહભાઈને આ બાબતે અપાર ચિંતાનો થવી સ્વાભાવિક છે. રામસિંહભાઇ અને તેમના ધર્મપત્ની બાળકીના રૂટીન ચેક અપ અને રસીકરણ માટે દેવહાંટના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને છોટાઉદેપુરની સરકારી હોસ્પીટલમાં લઇ જતા હતા. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, દેવહાટ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર, છોટાઉદેપુર આ બાબતની જાણ રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યકર્મના અધિકારીઓને કરતા સતત ત્રણ મહિના સુધી છોટાઉદેપુરની આરબીએસકે ટીમે આ બાળાના માતા પિતાનું કાઉન્સેલીંગ કરીને તેમને ઓપેરેશન માટે તૈયાર કર્યા હતા. એક તો બાળકની ઉમર નાની, કોમ્પ્લીકેટેડ ઇન્ટ્રા ઓરલ સર્જરી અને માતા પિતાનો સહકાર લેવાનો આ ત્રણ બાબતો હેલ્થ વિભાગ માટે ચેલેન્જિંગ ટાસ્ક બની રહી. વળી એક ઓપરેશનથી વાત પતે એમ ન હતી. અંતે વડોદરાની કાશીબા ચિલ્ડ્રન હોસ્પીટલ ખાતે બાળકીનું પ્રથમ ઓપરેશન કરી બાળકને પાંચ દિવસ રાખી દોડતી હસતી રમતી કરી. માતા પિતાએ માહિતી ખાતા સાથેની મુલાકાતમાં જણાવ્યુંકે હોસ્પિટલના ઓપરેશનનો તો ખર્ચ નથી જ થયો પરંતુ રહેવાનું જમવાની પણ વિનામૂલ્યે સુવિધા આપવામાં આવી હતી. ઓપરેશનના એક વર્ષ પછી ૨૦૧૯માં બીજું ઓપરેશન કરવું પડે તેવી સ્થિતિ હતી. ઓપરેશનના આ બીજા ચરણમાં ફરી આ જ પડકારો. બીજું ઓપરેશન પણ સફળતા પૂર્વક થયા છતાં ત્રીજા ઓપરેશનની જરૂરિયાત પડતા ત્રીજું રીકન્સટ્રકટીવ ઓપરેશન કરવું પડ્યું. આજે આ બાળકી તદન સ્વસ્થ જીવન જીવે છે ખાવામાં કે બોલવામાં અને નારી આંખે જોવામાં પણ કોઈ જાતની ખોડ ખાપણ જણાતી નથી.
જરા વિચાર કરો કે જો રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ ન હોત તો બાળકીની અને એના માતા પિતાની શું દશા થઇ હોત. કોમ્પ્લીકેટેડ ક્લેફ્ટ લીપ પેલેટ ઓપરેશન આ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમને કારણે જ શકય બન્યું છે. સરકારની આ એક આગવી પહેલથી આજે એક બાળકીના જીવનમાં ઉજાસ પથરાયો છે. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમને કારણે જ આ બાળકી આજે અન્ય બીજા બાળકોની જેમ સામાન્ય જીંદગી વ્યતિત કરવા સક્ષમ બની છે.
સરકારની એક યોજનાએ આજે સંધ્યા નામની માસૂમ બાળકીનું તો બાળપણને તો બચાવી જ લીધું છે પણ તેના માતા પિતાને મોટા ખર્ચના ખાડામાં પડતા પણ ઉગાર્યા છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


