સુલ્તાનપુર
ઉત્તરપ્રદેશના સુલ્તાનપુરમાં ૧૦ ઓકટોબરે દુર્ગા પુજા વિસર્જન યાત્રા દરમિયાન થયેલ વિવાદમાં પ્રશાસન શિકંજાે કસવા જઇ રહ્યો છે જીલ્લા મજિસ્ટ્રેટે પાંચ લોકોને નોટિસ જારી કરી છે.સૌથી પહેલા આ વિવાદમાં સામેલ ૫૧ નામજાેગ લોકો અને એક અજાણ્યા વિરૂધ્ધ ૧૭ ગંભીર ધારાઓમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. જેમાંથી લગભગ ૩૨ લોકોની ધરપકડ કરવામાં આવી છે હવે કાર્યવાહીને આગળ વધારતા પ્રશાસનિક ટીમે ઘટનાસ્થળની આસપાસ બનેલ મદરેસા અને ચાર અન્ય લોકોને ગેરકાયદેસર અતિક્રમણ હટાવવાની નોટીસ આપી છે.નોટિસ કાયદેસર તેમના મકાનની ઉપર લગાવવામાં આવી છે આ તમામને દંડ જમા કરાવવા અને જવાબ દાખલ કરવા માટે ત્રણ દિવસનો સમય આપવામાં આવ્યો છે જાે આમ ન કરવા પર સખ્ય કાર્યવાહીનો સામનો કરવાની ચેતવણી આપવામાં આવી છે. હકીકતમાં ગત સોમવારની રાતે બલ્દીરાય પોલીસ સ્ટેશન વિસ્તારના ઇબ્રાહીમમાં દુર્ગાપુજા વિસર્જન યાત્રા દરમિયાન ડીજે વગાડવાને લઇ બે સમુદાયો વચ્ચે અથડામણ થઇ હતી તેને લઇ ઉપ નિરીક્ષક રાકેશ ઓઝાએ કાર્યવાહી કરતા એફઆઇઆર દાખલ કરી હતી તેમણે આરોપ લગાવ્યો હતો કે ડઝનેક લોકોએ મૂર્તિ વિસર્જન દરમિયાન વિવાદ કરી પથ્થરમારો કર્યો હતો એટલું જ નહીં ત્યાં ઉભેલા વાહનોમાં આગ લગાવી ભારે હંગામો કર્યો હતો હેમનાપુર ગામના રહેવાસી અખ્તરને ગેરકાયદેસર અતિક્રમણ હટાવવાની નોટીસ અને એક લાખ ૭૫ હજાર રૂપિયાનો દંડ ભરવાનો આદેશ આપવામાં આવ્યો છે આજ ગામના અઝમુદ્દીનને ગેરકાયદેસર દબાણો હટાવવાની સાથે બે લાખ ૧૬ હજારનો દંડ ભરવાનો આદેશ આપ્યો છે.શમસુદ્દીનને પણ ગેરકાયદેસર અતિક્રમણ હટાવવાનો નિર્દેશ આપતાં બે લાખ ૭૯ હજાર રૂપિયાનો દંડ ભરવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત શ્રીરામ યાદવને પણ અતિક્રમણ હટાવવાની સાથે એક લાખ ૧૨ હજાર ૫૦૦નો દંડ ભરવાનો આદેશ આપવામાં આવ્યો છે આ તમામને ત્રણ દિવસનો સમય આપવામાં આવ્યો છે. આ મામલે પોલીસ અધીક્ષક સોમેન વર્માએ કહ્યું કે અત્યાર સુધી આ મામલામાં ૩૧ લોકોની ધરપકડ કરવામાં આવી છે આરોપીઓની વિરૂધ્ધ સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કાર્યવાહીને લઇ તાલુકાદાર બલ્દીરાયે હેમનાપુરના મદરેસાના પ્રબંધકને ગેરકાયદેસર અતિક્રમણ હટાવવાની નોટીસ મોકલી છે આ સાથે જ બે લાખ ૨૯,૫૦૦ રૂપિયાનો દંડ ભરવાનો આદેશ આપવામાં આવ્યો છે.


