જૂનાગઢમાં જિલ્લાકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો પશુ પાલનમંત્રીશ્રી દેવાભાઈ માલમના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં સરકારની વિવિધ યોજનાઓના ૩૮૬૮ લાભાર્થીઓને રૂ.૪૩ કરોડના લાભોનું વિતરણ મહાનુભાવો દ્વારા મુખ્ય અને પેટા સ્ટેજ ઉપરથી કરાયું હતું.
આ તકે પશુપાલનમંત્રીશ્રી દેવાભાઈ માલમેં કહ્યું હતું કે, કેન્દ્રની નરેન્દ્રભાઈ મોદીની અને ગુજરાતના ભૂપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જીનની સરકાર દ્વારા સુશાસન પ્રસ્થાપિત થયું છે. રોજગારલક્ષી સાધનો દ્વારા ગરીબ લોકોનું જીવન ધોરણ ઊંચું આવે, ગરીબો ગૌરવભેર આત્મનિર્ભર બને તેવી સરકારની નેમ છે. જેથી વચેટિયા વિના સીધી જ લાભાર્થીઓને સહાય ગરીબ કલ્યાણ મેળામાં આપવામાં આવે છે.આજે ગામડાઓમાં પણ શહેર જેવી સુવિધાઓ ઉભી કરાઈ રહી છે. આરાગ્ય, રોડ રસ્તા, શિક્ષણ સહિતના દરેક ક્ષેત્રે ગુજરાત હરણફાળ ભણી રહયુ છે.
જિલ્લા પંચાયત પ્રમુખશ્રી શાંતાબેન ખટારીયાએ કહ્યું હતું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપત્તિને અવસરમાં ફેરવનાર દીર્ઘ દ્રષ્ટિ ધરાવતા રાજનેતા છે. તેઓએ જ ગુજરાતમાં ગરીબ કલ્યાણ મેળા શરૂ દેશવાસીઓને આરોગ્યથી લઇ તમામ સરકારી લાભ સરળતાથી મળી રહે તેવા પ્રયાસો કરી રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા પણ એ જ રીતે પ્રજાલક્ષી કાર્યો થઈ રહ્યા છે.
મેયરશ્રી ગીતાબેન પરમારે કહ્યું હતું કે, ૧૩ માં તબક્કાના આ ગરીબ કલ્યાણ મેળા દ્વારા સરકારશ્રી જરૂરિયાતમંદોને પગભર કરવાના પ્રયાસો કરી રહી છે. કોઈ પણ વ્યક્તિ ગરીબ ન રહે, રોજગારીના સાધનોથી આર્થિક ઉપાર્જન કરવું જોઈએ. સાવજ ડેરીના ચેરમેનશ્રી દિનેશ ખટારીયા, ડે. મેયરશ્રી ગિરીશભાઈ કોટેચાએ પ્રાસંગીક પ્રવચન કર્યા હતા.
જિલ્લા ગ્રામ વિકાસ એજેન્સી નિયામકશ્રી પી.જી. પટેલે સ્વાગત પ્રવચન કર્યું. સરકારની સિદ્ધિઓની ફિલ્મ રજૂ થઈ હતી. લાભાર્થીઓ પોતાને મળેલ લાભની સાફલ્ય ગાથા રજૂ કરી હતી. રાજયકક્ષાના ગરીબ કલ્યાણ મેળાનું ગીર સોમનાથથી જીવંત પ્રસારણ થયું હતું. પંચાયતી રાજ આગેકૂચ કોફી ટેબલ પુસ્તકનું વિમોચન થયું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી શાંતાબેન ખટારીયા, મ્યુ.કમિશ્નરશ્રી રાજેશ તન્ના, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મીરાંત પરીખ, અગ્રણીશ્રી હરેશ પરમાર, પ્રાંત અધિકારીઓ સહિતના મહાનુભાવો, લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આભાર વિધિશ્રી પી. એ.જાડેજાએ કરી હતી.


