પોલીસ મહાનિદેશકશ્રી, સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝ, ગુ.રા. ગાંધીનગર નાઓ દ્વારા તા.૦૧/૧૦/૨૦૨૨ થી તા.૧૫/૧૦/૨૦૨૨ સુધી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ હોય, ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ આ ડ્રાઇવ દરમ્યાન ભાવનગર રેન્જના જિલ્લાઓમાં ગુનાઓ કરી, નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ તથા અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં ગુનાઓ આચરી, નાસતા ફરતા આરોપીઓ અંગે માહિતી મેળવી, તેમને પકડી પાડી, તેમના વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવા અમરેલી જિલ્લા પોલીસ તંત્રને જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવેલ.
અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે આજ રોજ તા.૧૫/૧૦/૨૦૨૨ નાં અમરેલી સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન મળેલ બાતમી હકિકત આધારે અમરેલી સીટી પોલીસ સ્ટેશન સેકન્ડ ગુ.ર.નં. ૧૦૩/૨૦૧૧, જુગાર ધારા કલમ ૪, ૫ મુજબના કામે પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે છેલ્લા ૧૧ વર્ષથી નાસતા ફરતા આરોપીને અમરેલી ખાતેથી પકડી પાડી, આગળની કાર્યવાહી થવા સારૂ અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
પકડાયેલ આરોપીની વિગતઃ
મનીષભાઇ ઉર્ફે પુનમ ઉર્ફ ટપુ બીહારીભાઇ પરમાર, ઉ.વ.૫૨, રહે.રાજકોટ, ૨૦૩, રેસકોર્ષ પાર્લે, એરપોર્ટ રોડ, તા.જી.રાજકોટ.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી પી.બી.લકકડ તથા પો.સ.ઇ.શ્રી વી.વી.ગોહિલ તથા એલ.સી.બી. ટીમે ટીમ દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી


