Delhi

AIMIM નેતાનું અત્યંત વિવાદિત નિવેદન, ભાજપ પર કર્યાં પ્રહાર

નવીદિલ્હી
છૈંસ્ૈંસ્ નેતા શૌકત અલીએ હિન્દુઓના લગ્ન પર વિવાદિત નિવેદન આપ્યું છે. યુપીના છૈંસ્ૈંસ્ અધ્યક્ષ શોકત અલીએ કહ્યું કે લોકો કહે છે કે અમે ત્રણ લગ્ન કર્યા છે. બે લગ્ન થાય તો પણ અમે સમાજમાં બંને પત્નીઓને સન્માન આપીએ છીએ, પરંતુ તમે (હિન્દુ) એક સાથે લગ્ન કરો છો અને તમારી ૩ રખાત હોય છે અને તમે ન તો પત્નીનું સન્માન કરો છો કે ન તો રખાતનું. પરંતુ જાે અમારા બે લગ્ન હોય છે તો અમે તેમને સન્માન સાથે રાખીએ છીએ અને અમારા બાળકોના નામ પણ રાશન કાર્ડમાં હોય છે. છૈંસ્ૈંસ્ ના યુપી પ્રદેશ અધ્યક્ષે હિજાબ પ્રતિબંધ મુદ્દે સુપ્રીમ કોર્ટના ર્નિણય ઉપર પણ વાત કરી અને કહ્યું કે દેશમાં કોણ શું પહેરશે તે હિન્દુત્વ નહીં, દેશનું બંધારણ નક્કી કરશે. શોકત અલીએ કહ્યું કે, બંધારણ નક્કી કરશે કે દેશમાં કોણ શું પહેરશે, હિન્દુ નહીં. ભાજપ આવા મુદ્દાઓ ઉઠાવીને દેશને તોડવાનું કામ કરી રહ્યો છે. નેતાએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે મુસલમાનોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. મદરેસા, લિંચિંગ, વક્ફ અને હિજાબ જેવા મુદ્દા અમારી સાથે થઈ રહ્યા છે કારણ કે અમને નિશાન બનાવવું સરળ છે. જ્યારે ભાજપ નબળું હોય છે ત્યારે તે મુસ્લિમોના મુદ્દા ઉઠાવે છે. સુપ્રીમ કોર્ટના બે જજની પેનલે કર્ણાટક હાઈકોર્ટના આદેશને પડકારનારી અરજીઓ પર સુનાવણી કરતા ગુરુવારે એક વિભાજિત ર્નિણય આપ્યો. જેમાં રાજ્યમાં શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પર પ્રતિબંધ ખતમ કરવાનો ઈન્કાર કરવામાં આવ્યો હતો. જાે કે સુપ્રીમ કોર્ટે કર્ણાટક હાઈકોર્ટના ચુકાદા પર કોઈ રોક લગાવી નથી. મામલો હવે ભારતના મુખ્ય ન્યાયાધીશ (ઝ્રત્નૈં) યુયુ લલિતને એક નવી પેનલ બનાવવા માટે મોકલાયો છે. પેનલમાં ૩ કે વધુ જજ હશે.

Page-10.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *