Gujarat

વડાપ્રધાનશ્રીની દ્વારા રૂ.૪હજાર કરોડના વિકાસ કામોનો કરાવાશે પ્રારંભઃ કૃષિ યુનિવર્સિટી ખાતે બપોરે ૧.૩૦ કલાકે યોજાશે જાહેર સભા

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી ૨૦૧૮ બાદ તા.૧૯-૧૦-૨૨ના જૂનાગઢ પધારતા હોઇ તેમને આવકારવા વહિવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની જાહેર સભા કૃષિ યુનિવર્સિટીના સ્પોર્ટસ ગ્રાઉન્ડ ખાતે બપોરે ૧.૩૦ કલાકે યોજાશે.

જૂનાગઢ, ગિર સોમનાથ અને પોરબંદર જિલ્લાના રૂ.૪ હજારથી પણ વધુ વિકાસ કામોની જાહેરાત કરાશે. જે પૈકી આ ત્રણયે જિલ્લાના રૂ. ૨૪૦૦ કરોડના વિકાસ કામોનો પ્રારંભ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા જૂનાગઢ ખાતેથી કરાવાશે.

 વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના કાર્યક્રમમાં તમામ વ્યવસ્થાઓ સુચારૂ રીતે થાય તે માટે વિવિધ સમિતિઓ કલેકટરશ્રી રચિત રાજ દ્વારા બનાવવામાં આવી છે. આ સમિતિઓના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજીને વડાપ્રધાનશ્રીને આવકારવા માટે તેમજ તેઓના કાર્યક્રમના સુચારૂ આયોજન માટે માર્ગદર્શન પ્રભારી મંત્રીશ્રી અરવિંદભાઇ રૈયાણીએ આપ્યુ હતું.

        વડાપ્રધાનશ્રીના કાર્યક્રમ યોજાવાનો છે તે કૃષિ યુનિ. ખાતે વિશાળ સમિયાણુ તૈયાર થઇ રહયુ છે. પાર્કિંગની પણ સુઆયોજીત વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

pm-program-jnd-2.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *