Gujarat

જામકંડોરણા ના સાંસ્કૃતિક ભવન ખાતે આયુષ્યમાન કાર્ડ વિતરણ નું આયોજન કરવામાં આવ્યું

બીમારીના સારવાર ખર્ચના કારણે રાજ્યનો કોઈ પણ કુટુંબ દેવાદાર ન બને તેવા ઉત્કૃષ્ટ અભિગમ સાથે નાગરિકોની સ્વાસ્થ્ય સલામતી અને સુરક્ષાની પ્રાથમિકતાને ધ્યાને રાખી સરકાર શ્રી ના ઉત્તમ અભીગમ સાથે આયુષ્ય માન કાર્ડ વિતરણ કરવા નો કાર્યક્રમ જામકંડોરણા ના સાસ્કૃતિક ભવન ખાતે જામકંડોરણા ના વહીવટી તંત્ર તથા જામકંડોરણા તાલુકા હેલ્થ વિભાગ દ્વારા જબરું આયોજન કરવામાં આવ્યું હતું  આ કાર્યક્રમ મા પાંચ વ્યક્તિ ને સ્થળ પર કાર્ડ વિતરણ કરવામાં આવ્યું હતું અને આજે સાંજે સુધી મા અંદાજીત ૨૫૦ થી ૩૦૦ વ્યક્તિ ઓને આયુષ્ય માન કાર્ડ વિતરણ કરવામાં આવશે જામકંડોરણા તાલુકા હેલ્થ વિભાગ દ્વારા અંદાજીત દોઢ લાખ લોકોને આયુષ્યમાન કાર્ડ વિતરણ કરવાનો લક્ષ્ય રાખ્યું છે
અહેવાલ :-  અતુલ લશ્કરી જામકંડોરણા

IMG-20221017-WA0023.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *