Gujarat

લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર દ્વારા છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ખોસ વસેડી ગામેથી  કિ.રૂ.૨૬,૫૮૦/- ના ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે બે ઈસમને ઝડપી પાડવામાં આવ્યા.   

ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સમગ્ર જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત-નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારીશ્રી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ…. જે અન્વયે વી.બી કોઠીયા પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત આધારે ખોસ વસેડી ગામના બસ સ્ટેન્ડ પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂ કિ.રૂ.૨૬,૫૮૦/- ના મુદામાલ સાથે બે ઇસમો તથા એક ફોરવ્હીલર ગાડી ઝડપી પાડી છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી કાયદેસરની કાયર્વાહી હાથ ધરવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20221019-WA0004.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *