મરનારના શરીર પર ઇજાના નિશાન મળી આવ્યા : રાજકોટની હોસ્પિટલમાં રિ-પોસ્ટમોર્ટમ
જેતપુરના જૂના રાજકોટ હાઈવે પર આવેલ જયરાજ કોટન પ્રિન્ટ નામના કારખાનાના બે શ્રમિકો વચ્ચે થયેલ માથાકૂટમાં એક શ્રમિક પડી જતાં તેનું મોત નિપજેલ હતું. આ શ્રમિકના મૃતદેહને સ્થાનિક સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલાયા બાદ રિ-પોસ્ટમોર્ટમ માટે રાજકોટની સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવેલ હતો. આ ઘટનામાં મરનાર શ્રમિકના શરીર પર ઇજાના નિશાન મળી આવ્યા હોય આ શ્રમિકની હત્યા થયાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેતપુરના આ જયરાજ કોટન પ્રિન્ટ નામના કારખાનામાં બે શ્રમિકો વચ્ચેની માથાકૂટમાં પડી જવાથી એક શ્રમિકનું મોત થતાં ભારે અરેરાટી પ્રસરી જવા પામી છે.જો કે આ ઘટનામાં મરનાર શ્રમિકના શરીર પર ઇજાના નિશાન મળી આવ્યા હોય આ ઘટનાનો ભેદ ઉકેલવા માટે તલસ્પર્શી તપાસ હાથ ધરવામાં આવી છે.


