Gujarat

ગીર સોમનાથના યુવાઓ તથા સેવાભાવી સંસ્થાઓ માટે નેશનલ યુથ એવોર્ડ અંતર્ગતઅરજી કરવા અંગે

અહેવાલ : સોની હરેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ  દ્વારા 

ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય દ્વારા ૧૫ થી ૨૯ વર્ષની વય મર્યાદા ધરાવતા યુવાઓ તથા સેવાભાવી સંસ્થાઓ કે જેઓએ રાષ્ટ્રના વિકાસ તથા સામાજીક સેવાઓ જેવી કે સ્વાસ્થ્ય, શોધ અને નવીનીકરણ, સાંસ્કૃત્તિક વારસો, માનવાધિકારનો પ્રચાર,  કલા અને સાહિત્ય, પ્રવાસન, પરંપરાગતઔષધિઓ, સક્રિય નાગરિકતા, સમાજ સેવા, રમતગમત તથા સ્માર્ટ શિક્ષણ પ્રવૃત્તિઓ માટે સિધ્ધી મેળવેલ હોય તેઓને એવોર્ડ આપી પ્રોત્સાહન પુરૂ પાડવા વર્ષ ૨૦૨૦-૨૧ માટેના નેશનલ યુથ એવોર્ડ માટે તા.૦૬/૧૧/૨૦૨૨ સુધીમાં https://awards.gov.in/ પોર્ટલ ઉપર નોમિનેશન મંગાવવામાં આવેલ છે.

આ બાબતે અભુપૂર્વ યોગદાન આપેલ હોય તેવા ગીર સોમનાથ જિલ્લાના યુવક-યુવતીઓએ જરૂરી તમામ આધાર પુરાવાઓ સાથે  https://awards.gov.in/ પોર્ટલ ઉપર અપલોડ  કરી તેની એક કોપી તા.૦૭/૧૧/૨૦૨૨ સુધીમાં જિલ્લા રમત ગમત કચેરી, રૂમ નં ૩૧૩/૩૧૪ બીજો માળ, ઇણાજ, વેરાવળ ખાતે મોકલી આપવાની રહેશે. તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી ગીર સોમનાથની યાદીમાં જણાવાયું હોવાનું પત્રકાર હરેશભાઈ સતીકુંવર દ્વારા જણાવ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *