Gujarat

PMની કકરોલિયા જાહેર સભાને લઇ હાલોલ બોડેલીથી આવતા વાહનો માટે કલેક્ટરનું જાહેરનામું

૧લી નવેમ્બરના રોજ જાંબુઘોડા તાલુકાના કકરોલીયા ખાતે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સભા સંબોધવાના હોય બોડેલીથી હાલોલ જતા તેમજ હાલોલ થી બોડેલી આવતા વાહનો માટે ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૩(૧) હેઠળનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. હાલોલથી બોડેલી તેમજ બોડેલી થી હાલોલ જતા વાહનો માટે ૧-૧૧-૨૦૨૨ના રોજ સવારના છ કલાકથી સાંજના છ કલાક સુધી હાલોલ બોડેલી રાજ્ય ધોરીમાર્ગ ઉપરથી પસાર થતા વાહનો
પૈકી હાલોલ તરફ્થી બોડેલી જતા 5 વાહનોને રણભુન ગાડી થઈ જેતપુર પાવી તાલુકાના સિહોદ ત્રણ રસ્તા થઈ બોડેલી કે અન્ય સ્થળે જઈ શકાશે. જ્યારે બોડેલી તરફ્થી હાલોલ જવા માગતા વાહન ચાલકો બોડેલીથી સિહોદ થઈ રણભુન ઘાટી થઈ હાલોલ તરફ જઈ શકાશે. પોલીસ અધિક્ષક પંચમહાલ પંચમહાલ તેમજ છોટાઉદેપુરનાઓ તથા છોટાઉદેપુર જિલ્લા કલેકટરે તા.૨૮/૧૦/૨૨ના પત્ર ક્રમાંક ટ્રાફ્ટિ-ડાયવર્ઝન અભિપ્રાય, ૪૭૬, ૨૦૨૨ મુજબનું જાહેરનામું બહાર પાડ્યું છે. જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *