Gujarat

જવાહર નવોદય વિદ્યાલય-કઠલાલ ખાતે સરદાર પટેલની 147 મી જન્મ જયંતિ પર ‘ રાષ્ટ્રીય એકતા દિવસ’ની શાનદાર ઉજવણી….

રીપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
ખેડા જિલ્લાના કઠલાલ ખાતે આવેલ જવાહર નવોદય વિદ્યાલયના પ્રાંગણમાં દેશના લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલની 147 મી જન્મ જયંતિ પર ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણી દબદબાભેર કરવામાં આવી હતી.
    આ ઉજવણીના ભાગરૂપે શાળાના ખેલકૂદ વિભાગ દ્વારા
 ‘રન ફોર યુનિટી’નો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં શાળાના બાળકો, શિક્ષકો અને પ્રાચાર્ય દ્વારા વિદ્યાલય પરિસરની બહાર શ્યામ ઈન્ટરનેશનલ ઇંગ્લીશ મિડિયમ સ્કૂલ-કઠલાલ સુધી  દોડ લગાવી હતી.
     સવારની પ્રાર્થનાસભામાં શાળાના પ્રાચાર્યશ્રીના કરકમલો
વડે સરદાર વલ્લભભાઈ પટેલની છબી પર પુષ્પમાલા પહેરાવી દીપ પ્રજ્જવલિત કરી કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો.
શાળાના અંગ્રેજી વિષયના અધ્યાપક વિજય મકવાણાએ શાળાના સર્વેને ‘રાષ્ટ્રીય એકતા દિવસના શપથ’ લેવડાવ્યા
હતા.મા.હર્નિલ પટેલ અને મા. યશ પટેલ દ્વારા પ્રસંગોચિત વક્તવ્ય આપવામાં આવ્યું હતું. શાળાના હિન્દી વિષયના અધ્યાપક વિજયકુમાર રાઠોડે સરદાર પટેલના જીવનના પ્રેરણાદાયી કાર્યો વિશે જાણકારી આપી પ્રશંસનીય વક્તવ્ય
આપ્યું હતું. સંગીત અધ્યાપિકા કુ. સંગીતા સૈનના માર્ગદર્શન હેઠળ શાળાની અગિયારમાં ધોરણની છાત્રાઓએ સરદાર પટેલના જીવનકાર્યો પર સુંદર નુક્કડની (શેરી નાટક) પ્રસ્તુતિ
કરી હતી. સમગ્ર કાર્યક્રમનું મંચ સંચાલન સાંસ્કૃતિક કાર્યક્રમના પ્રભારી ડી.એસ. મીસ્ત્રી દ્વારા કરવામાં આવ્યું હતું.
    કાર્યક્રમના અંતે શાળાના પ્રાચાર્ય અનિલકુમાર કામ્બલે દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલના જીવન-કવન વિશે વિવિધ જાણકારી આપી હતી અને તેમના જીવનમાંથી પ્રેરિત થવા પ્રોત્સાહિત કર્યા હતા.

IMG-20221031-WA0009.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *