મોરબીમાં ઝૂલતા પુલ ઉપર જે અતી કરુણ ભલભલાના કાળજા કંપાવી નાખે તેવો ગોઝારો બનાવ બન્યો તેમા ૧૫૦ થી વધુ નિર્દોષ લોકો એ જાન ગુમાવ્યા તેના કારણે તેના માનમા માંગરોળ જલારામ મંદિર ખાતે ૨૨૩ મા જલારામ જન્મોત્સવ ની ઉજવણી ફક્ત મહા આરતી તેમજ મહા પ્રસાદી જેવા કાર્ય રાખી અને શોભાયાત્રા આતશબાજી, કેક કાપવી જેવા અનેક કાર્યક્રમો જલારામ ટ્રસ્ટના પ્રમુખ નિતીનભાઈ સિરોદરીયા તેમજ ટ્રસ્ટીઓ તરફથી રદ કરી બાપા ના જન્મોત્સવ ની સાદાઈ થી ભક્તિ ભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી,, અને જલારામ ભક્તો દ્વારા જલારામ બાપા ના ચરણોમાં પ્રાર્થના કરી મૃતકો ના આત્માને શાંતિ આપવા બે મિનિટ નુ મૌન પાડી હદય થી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી,,,
જય જલારામ બાપા,,,
જય જલારામ બાપા,,,
વિનુભાઈ મેસવાણિયા માંગરોળ
