ઉના પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી દીપડા તેમજ જંગલી ભૂડ દ્વારા માનવ પર હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હોવાની ઘટના સામે આવી છે. ત્યારે હવે જંગલી ભૂંડ એ એક દીપડાની પાછળ દોટ મુકતા દીપડો જંગલી ભૂંડથી બચવા અંતે લીમડાના ઝાડ પર ચઢી ગયો હતો. જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી..
ઉમેજ ગામમાં બાપા સીતારામ વિસ્તારમાં રહેતા વલ્કુભા ગોહિલના ઘરની બાજુમાં એક જંગલી ભૂંડએ દીપડાની પાછળ દોટ મુકતા દીપડો જીવ બચાવવા સીધો લીમડાના ઝાડ પર ચડી ગયો હતો. આ સમગ્ર ઘટના ગામમાં બાપા સીતારામ વિસ્તારમાં રહેતા વલ્કુભા જીલૂભા ગોહિલના ઘરે લગાવેલ સી સી ટીવી કેમેરામાં કેદ થઈ હતી. આ બનાવ મોડી રાત્રીના 2 ને 45 મિનિટ દરમ્યાન બનેલ હોય આમ છેલ્લા બે દિવસથી ઉના પંથકમાં જંગલી ભૂંડ તેમજ દીપડાના હુમલાથી લોકોમાં પણ ભયનો માહોલ ફેલાઈ ગયેલ હતો..


