ઊના – લોકો સિંહ દર્શન માટે સફારી પાર્કમાં જતાં હોય તેમાય ભાગ્યેજ જોવા મળતા હોય છે. તો ક્યારેક લોકો ગેરકાયદે પણ સિંહ દર્શન માટે પ્રયત્ન કરતા હોય છે. પરંતુ ગીર વિસ્તારના નજીક ગામડામાં લોકોને સહજ રીતે નિહાળવા મળતાં હોય ત્યારે આજે દિવસ દરમિયાન ગીરગઢડા દ્રોણેશ્વર ગુરુકુલમાં મારૂતિ ધામે હનુમાન મંદિરે દર્શને પહોચ્યો હતો. જોકે આ ડાલામથ્થા દ્રોણ રસ્તા પરથી પસાર થઇ ચાલ્યો ગયેલ ત્યારે રોડ પર નિકળતા વાહનો થંભી ગયા હતા. આ સમગ્ર ઘટના રાહદારીએ મોબાઈલમાં વિડિયો કેદ કરી લીધેલ..અગાઉ પણ દ્રોણેશ્વર મારૂતિ ધામ મંદિરે અવાર નવાર વહેલી સવારે તથા મોડી રાત્રીના સમયે જોવા મળ્યાં છે. અને દ્રોણેશ્વર ગુરુકુલના સી સી ટીવી કેમેરામાં કેદ પણ થતાં જોવા મળ્યા હતા..
દ્રોણેશ્વર ગુરુકુલ મારૂતિ ધામ મંદીર પાસે રસ્તા પર એક ડાલામથ્થાની દિનદહાડે લટાર મારતાં રસ્તા પરથી પસાર થતાં વાહન ચાલકોના જીવ અધ્ધાર થઈ ગયાં હતાં. અને સિંહ મંદિર પાસેથી પસાર થઈ સીમ વાડી વિસ્તારમાં ચાલ્યો ગયો હતો…..


