Rajasthan

વડાપ્રધાનના આરોપોને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે નકારી દીધા

જયપુર
સુજલામ સુફલામ યોજનાના મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આરોપોને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે નકારી દીધા છે.તેમણે કહ્યું હતું કે રાજયમાં નહેર યોજનાનો વિરોધ કરવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આરોપ બેબુનિયાદ છે ગહલોતે કહ્યું હતું કે વડાપ્રધાન મોદીએ ૨૦૧૭માં પણ સુજલામ સુફલામ જળ કેનાલનો મુદ્દો ઉઠાવ્યો હતો તે સમયના મુખ્યમંત્રી વસુંધરા રાજે પણ ૨૦૦૫માં આજ પત્ર લખ્યો હતો મેં એજ દોહરાવ્યો તેમની પાસે જવાબ માંગવો જાેઇએ. ગુજરાતમાં આગામી વિધાનસભા ચુંટણીની બાબતમાં બોલતા તેમણે સત્તા વિરોધી લહેર અને ભ્રષ્ટ્રાચાર મોંધવારી અને બેરોજગારી જેવા મુદ્દાની ઉપેક્ષા કરવા માટે ભાજપ પર નિશાન સાધ્યું.ગહલોતે કહ્યું કે દેશમાં સરકાર વિરોધી લહેર છે અને ભાજપ ગભરાઇ ગઇ છે આજ કારણ છે કે ભાજપ એક સાથે આટલી બધી પરિયોજનાઓનો શિલાન્યાસ કરી રહી છે.ભ્રષ્ટ્રાચાર મોંધવારી બેરોજગારી માર્ગ અને કાયદો વ્યવસ્થા જેવા અનેક મુદ્દા છે જેના પર ધ્યાન આપવાની જરૂરત છે. રાજસ્થાનના મુખ્યમંત્રીએ ગુજરાતના મોરબીમાં પુલ તુટી પડવાની ઘટનામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે દુખ વ્યકત કર્યું હતું અને મામલાની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી હતી અને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી તેમણે કહ્યું કે કોંગ્રેસે પોતાના તમામ કાર્યક્રમો સ્થગિત કરી દીધા છે પરંતુ મને એ જાેઇને દુખ થાય છે કે ભાજપે પોતાના તમામ કાર્યક્રમ આયોજીત કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *