Gujarat

ડાંગના વઘઇના ગાંધીબાગ ખાતે નગરજનો દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન

ડાંગ
મોરબીમાં બનેલી ગોઝારી ઘટનાને પગલે અનેક લોકો મોતને ભેટ્યા હતા. જેના લીધે રાજ્યની વિવિધ સરકારી કચેરીઓ સહિત વિવિધ સંસ્થાઓ અને રાજ્યભરના લોકોએ આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને ભાવીભીની શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. જેમાં ડાંગ જિલ્લાના વઘઈના નગરજનો દ્વારા મોરબી હોનારતમાં મોતને ભેટેલા લોકોને શ્રદ્ધાંજલી અપાઈ હતી. ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઇના ગાંધી બાગ ખાતે મોરબી હોનારતના મૃતકોને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી. તાજેતરમાં મોરબીમાં આવેલી મચ્છુ નદી પર ઝૂલતો પુલ તુટી જવાના કારણે અનેક લોકો મોતને ભેટ્યા હતા. તેમની આત્માને શાંતિ મળે તે માટે વઘઇ ગાંધીબાગ ખાતે નગરજનો દ્વારા મીણબત્તી સળગાવીને બે મિનીટનું મૌન પાળીને મૃતકોને શ્રદ્ધાંજલી પાઠવાઈ હતી.

File-01-Page-28.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *