Gujarat

માર્શલ આર્ટસમાં પોરબંદરના વિદ્યાર્થીનીઓનું શ્રેષ્ઠ પ્રદર્શન

પોરબંદર
તાજેતરમાં સુરતના બારડોલી મુકામે કુડો ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા બોલિવુડ સ્ટાર અક્ષય કુમારના સીધા માર્ગદર્શન હેઠળ ૧૪મી અક્ષય કુમાર આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે ૧૩મી કુડો રાષ્ટ્રીય ટુર્નામેન્ટ અને ત્રીજા ઓપન કુડો ફેડરેશન કપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનું આયોજન સિહાન અક્ષય કુમાર તેમજ ઇન્ટર નેશનલ ફેડરેશન ઇન્ડિયાના પ્રેસિડેન્ટ સોશિહાન હાંસી મેહુલ વોરાની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. જેમાં એક્સ્ટ્રીમ ફિટનેસ કેર અને કુડો એસોસિએશન પોરબંદરનાના વિદ્યાર્થીઓ જયેશ ખેતરપાલ, વિરાટ ઓડેદરા, તેજ મદલાણી, નંદિકા મેહતા, ગીત તોરણીયા, જાનવી પાંણખાણીયા, સ્નેહા કોટિયા, આનંદી વાઘેલા, ક્રિપા જુંગી સહિતના વિદ્યાર્થીઓ પસંદગી પામ્યા હતા. જેમા પોરબંદરના વિદ્યાર્થીઓએ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મળી ૬ જેટલા મેડલ મેળવ્યા હતા. સમગ્ર સ્પર્ધામાં ગુજરાતમાં મેડલ મેળવવામાં પોરબંદરે દ્વિતીય સ્થાન મેળવીને ૧ ગોલ્ડ મેડલ, ૨ સિલ્વર મેડલ અને ૩ બ્રોન્ઝ મેડલ એમ કુલ ૬ મેડલ મેળવી પોરબંદરની યશ કલગીમાં વધારો કર્યો છે. આ તમામ વિદ્યાર્થીઓને પોરબંદર કુડો અશોસીએશનના પ્રેસિડેન્ટ કેતન કોટિયા અને સેક્રેટરી સુરજ મસાણી અને માર્શલ આર્ટસ એકસપર્ટ મહેશ મોતીવરસ, અંજલિ ગંધરોકીયા, સુનિલ ડાકી તથા એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના મયુર ગોહેલ, નિશા કોટિયા, ક્રિષ્ના મહેતા, નિશિ ગોહેલ, વિશાલ બળેજા, આદિ વાઢેર સહિત લોકોએ શુભેચ્છાઓ પાઠવી છે.

File-02-Page-06.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *