Gujarat

ઉનામાં એક શખ્સે ૧૫ વર્ષની દીકરી સાથે ઘરે એકલતાનો લાભ લઇ દુષ્કર્મ આચર્યુ

ઉના
ઉનાના સોનારી ગામના શખ્સે સગીરવયની દીકરીના ઘરે એકલતાનો લાભ લઇ તેમના પર દુષ્કર્મ આચર્યું. આ બાબતે ભોગ બનનારની માતાએ પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ, સોનારી ગામે રહેતા હરેશ હિરા ડાભીએ સગીરવયની દીકરી (ઉ.વ.૧૫) સાથે છેલ્લા છએક માસથી ઓળખાણ હતી અને પંદરેક દિવસ પહેલા ધો.૧૦ની પરીક્ષા આપવા ખાપટ ગયી હતી. ત્યારે ગીરગઢડા રોડ પર પડતર જગ્યામાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે આજે બપોરેના સુમારે એલમપુર ગામે આરોપીએ એક શખ્સને ફોન કરીને ઘરે બોલાવ્યો અને ખુદ પણ બાઇક લઇ ઘરે પહોંચ્યો જ્યાં ઘરમાં રહેલી સગીર દીકરીનો એકલતાનો લાભ લઇ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. આ વખતે સગીરાના કાકા જાેઇ જતાં હરેશને પકડી પાડી પોલીસને સોપી દીધો હતો અને ગભરાઇ ગયેલી સગીરને દાંતચીકડી દેવાઇ જતાં તાત્કાલિક ઇમરજન્સી ૧૦૮માં ઉના સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. આ બાબતે ભોગ બનનારની માતાએ હરેશ હિરા ડાભી વિરૂધ્ધ દુષ્કર્મ, પોક્સો સહિતના ગુના હેઠળ ફરિયાદ નોધાવતાં પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

File-02-Page-07.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *