Gujarat

સેવાલિયાના પાલી વિસ્તારને જોડતા માર્ગ પર દબાણો અને ગંદકીથી રહીશ પરેશાન

સેવાલિયા રેલવે સ્ટેશનથી પાલી ગામ સહિત 35 ગામોના સ્મશાન તેમજ દેવઘોડા મહાદેવ મંદિરને જોડતા 300 મીટર જેટલા રસ્તાને સ્થાનિક તેમજ વ્યાપારિક દબાણકારોએ તોડી ખાડાઓ પાડી તેમાંથી ગંદુ પાણી કાઢી હેરાનગતિ આચરવામાં આવતી હોવાના આક્ષેપો સાથે પાલી ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારી અને ગળતેશ્વર મામલતદારને આવેદન પાઠવ્યું હતું. સેવાલિયાના 35 ગામોના સ્મશાન તેમજ દેવધોડા મહાદેવ મંદિરને જોડતા […]

Gujarat

ખેડાના BE મિકેનિકલ એન્જિનિયરે સ્ટ્રોબેરી-તરબૂચની ખેતીમાંથી મેળવ્યો 8 લાખનો નફો

ખેડા તાલુકાના સાંખેજ ગામના 32 વર્ષીય યુવા ખેડૂત શિવમ પટેલે પ્રાકૃતિક ખેતી દ્વારા સફળતાની નવી કેડી કંડારી છે. BE મિકેનિકલ સુધીનો અભ્યાસ કરનાર શિવમે રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવી છે. વર્ષ 2019માં સુભાષ પાલેકરની શિબિરમાંથી પ્રેરણા મેળવ્યા બાદ છેલ્લા 7 વર્ષથી તેઓ પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે. ગત સિઝનમાં તેમણે તરબૂચ અને ટેટીના […]

Gujarat

પોસ્ટમાસ્તરે સરકારી નાણાં અંગત કામે વાપર્યા, સરપ્રાઈઝ ચેકિંગમાં પકડાતા ફરજ મોકૂફ કરાયો

મહુધા તાલુકાના મહિસા ગામની પોસ્ટ ઓફિસમાં પોસ્ટમાસ્તર દ્વારા સરકારી નાણાંની ઉચાપત કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કપડવંજની પોસ્ટલ કોલોનીમાં રહેતા ભરત ભુરસિંહ પલાસે પોસ્ટમાસ્તર તરીકે ફરજ દરમિયાન ઓગસ્ટ 2022થી એપ્રિલ 2024 સુધીમાં કુલ ₹2.30 લાખની સરકારી સિલકમાંથી ₹1.94 લાખની રકમ પોતાના અંગત ઉપયોગ માટે વાપરી નાખી હતી. 24 એપ્રિલ 2024ના રોજ પોસ્ટલ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ […]

Gujarat

194મો સમાધિ મહોત્સવમાં મોરારિબાપુની રામકથા, 250થી વધુ કથાકારોનું સ્નેહમિલન

નડિયાદના પ્રસિદ્ધ સંતરામ મંદિરમાં 194મા સમાધિ મહોત્સવની ભવ્ય ઉજવણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. 1થી 12 ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર આ મહોત્સવમાં વિશ્વવંદનીય સંત મોરારિબાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. મહંત રામદાસજી મહારાજની નિશ્રામાં યોજાનાર આ મહોત્સવમાં મહંત નારાયણદાસજી મહારાજની પૂણ્ય દ્વિદશાબ્દી, સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ અને સાક્ષર ગોવર્ધનરામ ત્રિપાઠીની 170મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવશે. […]

Gujarat

નલિયામાં પારો 9.8 ડિગ્રી, આગામી 24 કલાકમાં વધુ 2-3 ડિગ્રી ઘટશે

કચ્છ જિલ્લામાં ફુલગુલાબી ઠંડીનો માહોલ યથાવત રહ્યો છે. નલિયામાં લઘુતમ તાપમાન 9.8 ડિગ્રી નોંધાયું છે, જ્યારે મહત્તમ તાપમાન 26 ડિગ્રી રહ્યું છે. જિલ્લા મથક ભુજમાં લઘુતમ તાપમાન 13.4 ડિગ્રી અને મહત્તમ તાપમાન 27 ડિગ્રી નોંધાયું છે. કંડલામાં લઘુતમ તાપમાન 16 ડિગ્રી અને મહત્તમ તાપમાન 30 ડિગ્રી રહ્યું છે. હવામાન વિભાગે આગામી 24 કલાક માટે મહત્વની […]

Gujarat

શિવાજી પાર્કમાં બે આંખલાઓની લડાઈથી ભાગદોડ, બે બાળકોને સામાન્ય ઈજા

ગાંધીધામ શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે. તાજેતરમાં જ મહાનગરપાલિકાનો દરજ્જો મેળવનાર ગાંધીધામમાં ગઈકાલે રાત્રે એક ગંભીર ઘટના સામે આવી છે. શહેરના શિવાજી પાર્કમાં બે આંખલાઓ અચાનક પ્રવેશી ગયા અને એકબીજા સાથે યુદ્ધે ચડ્યા હતા. ઘટના સમયે પાર્કમાં રમી રહેલા બાળકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આંખલાઓની લડાઈથી બચવા માટે બાળકોએ ભાગદોડ મચાવી હતી, જેમાં […]

Gujarat

એલસીબીએ 1.57 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો, બુટલેગર ફરાર

કચ્છ જિલ્લામાં દારૂબંધીના કડક અમલીકરણ માટે ઉચ્ચ અધિકારીઓની સૂચના બાદ એલસીબીએ મોટી કાર્યવાહી કરી છે. એલસીબી પીઆઇ એન.એન.ચુડાસમાની આગેવાનીમાં ટીમે અંજારના નવા નગર વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. ખાનગી બાતમીના આધારે કરવામાં આવેલી આ કાર્યવાહીમાં બુટલેગર શૈલેષ રઘુરામ મઢવી (મારાજ)ના કબ્જાવાળા રૂમમાંથી મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 249 બોટલ […]

Gujarat

રાજ્યપાલ દેવવ્રતજીના હસ્તે સ્વામિનારાયણ વૈદિક ગુરુકુળનો શિલાન્યાસ સંપન્ન

કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના ચાંદ્રાણી ગામમાં આજે એક ઐતિહાસિક ક્ષણ સર્જાઈ હતી, જ્યાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે સ્વામિનારાયણ વૈદિક ગુરુકુળનો શિલાન્યાસ અને ખાતમુહૂર્ત સંપન્ન થયું. આ ગુરુકુળ ભુજ સ્વામિનારાયણ મંદિર સંસ્થાપિત અને રાપર મંદિર દ્વારા સંચાલિત થશે. કાર્યક્રમમાં પ્રવચન આપતા રાજ્યપાલે જણાવ્યું કે આ વૈદિક ગુરુકુળ અન્ય ગુરુકુળોથી વિશિષ્ટ હશે, જે ભારતીય જીવનમૂલ્યો ધરાવતા […]

Gujarat

આ ગુરૂકુળ સંસ્કૃતિ, સિદ્ધાંતો અને જીવનમૂલ્યોના ઘડતરનું મહત્વનું કેન્દ્ર બની રહેશે – રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

કચ્છના અંજાર તાલુકાના ચાંદ્રાણી ગામમાં આજે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં શ્રી સ્વામિનારાયણ મંદિર, ભુજ સંસ્થાપિત તેમજ રાપર મંદિર સંચાલિત શ્રી સ્વામિનારાયણ વૈદિક ગુરૂકુળના શિલાન્યાસ અને ખાતમૂહુર્તની વિધિ યોજાઈ હતી. જ્યાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું ગાર્ડ ઓફ ઑનરથી સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજ્યપાલે તેમના સંબોધનમાં જણાવ્યું કે, આ વૈદિક ગુરુકુળ અન્ય ગુરુકુળોથી વિશિષ્ટ હશે, જે […]

Gujarat

અબડાસામાં રાત્રે દરોડો, ગેરકાયદે બેન્ટોનાઇટ ખનન કરતા 2 એક્સકેવેટર અને 4 ટ્રક જપ્ત

કચ્છ કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ખાણ-ખનિજ વિભાગે મધ્યરાત્રિએ અબડાસા તાલુકાના ખીરસરા ગામમાં મોટી કાર્યવાહી કરી હતી. મદદનીશ નિયામક (ફ્લાઈંગ સ્ક્વોડ) ભુજ અને ભૂસ્તરશાસ્ત્રી પશ્ચિમ વિભાગની સંયુક્ત ટીમે આકસ્મિક તપાસ દરમિયાન બેન્ટોનાઇટ ખનિજનું ગેરકાયદે ખનન ઝડપી પાડ્યું હતું. તપાસ દરમિયાન ટીમે બે એક્સકેવેટર મશીન અને ગેરકાયદે બેન્ટોનાઇટ ખનિજનું પરિવહન કરવા આવેલી 4 ટ્રક જપ્ત કરી છે. પકડાયેલા […]