Gujarat

રાપર સ્વામિનારાયણ ગુરુકુળમાં આનંદ મેળા દ્વારા વર્ષને વિદાય અપાઈ, છાત્રો સાથે વાલીગણ પણ સહભાગી થયા

તાલુકા મથક રાપરના ચિત્રોડ હાઇવે પર આવેલા સ્વામિનારાયણ ગુરુકુળમાં છેલ્લા ત્રણ વર્ષથી વર્ષના અંતિમ દિને આનંદ મેળાનું આયોજન કરવામાં આવે છે. શાળાના મેદાનમાં આયોજિત આનંદ મેળાની શરૂઆત સાંજે 4 વાગ્યે થઈ હતી. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના પ્રમુખ વિજ્ઞાન સ્વરુપદાસજી સ્વામી અને સંચાલક સ્વામી ડૉ. અક્ષર મુની તથા શાસ્ત્રી સર્વમંગલ સ્વામીના હસ્તે મેળો ખુલ્લો મુકાયો હતો. આનંદ […]

Gujarat

કચ્છના વડા મથક ભુજ શહેર સહિત જિલ્લાના અન્ય સ્થળે પાંચ મહત્વના સોપાન આ વર્ષે સાકાર થઈ શકે

વિકાસની પાંખે સવાર સરહદી કચ્છ જિલ્લાની ઉડાન વધુ સક્ષમ કરવા આ વર્ષે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અનેકવિધ પ્રકલ્પો શરૂ થવાની સંભાવના છે. લોક ઉપયોગી સુવિધાના ખાતર્મુહુત અને લોકાર્પણ માટેની તૈયારીઓ ચાલી રહી છે. જેમાં રેલવે સ્ટેશનનથી લઈ નવો બાયપાસ માર્ગ અને બ્રિજ સહિતના સોપાનનો સમાવેશ થાય છે. સંભવિત વર્ષના અંત સુધીમાં નવા પ્રકલ્પો કચ્છવાસીઓ […]

Gujarat

કિશોરનું હૃદય ધડકતાં અટકી ગયું, CPR આપી પુનઃ ધબકતું કરાયું

ભુજની જી.કે.જનરલ અદાણી હોસ્પિટલમાં કિશોરના લોહીમાં ડાયાબિટીક કિટોએસિડોસિસ (DKA) અર્થાત એસિડ અને તેને સંલગ્ન ઝેરીલા પદાર્થનું પ્રમાણ વધી જવાથી અનેક જટિલતાઓ સાથે એકાએક હૃદય ધડકતાં અટકી જતા ઇમરજન્સી અને મેડિસિન વિભાગના તબીબોએ તેને સી.પી.આર. આપી બચાવી લીધો હતો. કચ્છના અંતરિયાળ વિસ્તારમાંથી સારવાર માટે આવેલા 16 વર્ષીય તરૂણના પેટમાં દુખાવાની ફરિયાદ હતી, ઉલટી, ઊબકા, શ્વાસ પણ […]

Gujarat

અંજારના વૃધ્ધને દિલ્હી પોલીસની ઓળખ આપનારે 36.50 લાખની મરણમૂડી પડાવી

ધનબાદમાં કોલસાની ખાણમાં હિસાબનિશ તરીકે નોકરી કરી નિવૃત થઇ અંજાર રહેવા આવેલા 75 વર્ષીય વૃધ્ધને અજાણ્યા મોબાઇલ નંબર ઉપરથી ફોન કરનારે પોતે દીલ્હી પોલીસના અધીકારી હોવાની અળખ આપી તા.30/11 થી તા.4/12 દરમિયાન માનસિક ટોર્ચર કરી ડ્રગ્સ અને મનિલોન્ડરિંગના કેસમાં એરેસ્ટ કરવાની ધમકી આપી રૂ.36.50 લાખ પડાવી લીધા હોવાની ઘટના પૂર્વ કચ્છ સાયબર ક્રાઇમ પોલીસ મથકે […]

Gujarat

લઘુતમ તાપમાનમાં સામાન્ય વધારો થતાં ઠંડીમાં આંશિક રાહત, નલિયામાં 9 અને ભુજમાં 12.6 ડિગ્રી તાપમાન નોંધાયું

કચ્છમાં ડંખિલા ઠારથી સતત એક માસથી ધ્રુજી રહેલા કચ્છ જિલ્લાનું વાતાવરણ લઘુતમ તાપમાનમાં સામાન્ય વધારો થતાં ઠંડી માં આંશિક રાહત ફેલાઈ છે. આજે જિલ્લા મથક ભુજનું લઘુતમ તાપમાન 12.6 ડીગ્રીએ રહેતા રાત્રિથી સવાર સુધી શહેરીજનોને ઠંડીનો અનુભવ થયો હતો. કામકાજથી ઘર બહાર નીકળતા લોકો ગરમ વસ્ત્રોમાં સજ્જ થયેલા જોવા મળ્યા હતા. ઠંડી વચ્ચે પણ ભુજ […]

Gujarat

નડિયાદના એન્ટ્રી, એક્ઝીટ પોઈન્ટ પર પોલીસ દ્વારા વાહન ચેકીંગની કામગીરી હાથ ધરાઈ

આવતીકાલે થર્ટી ફસ્ટ છે નવા વર્ષ 2025ને વેલકમ કરાશે. મોડીરાત્રે 12ના ટકોરે 2024ને વિદાય આપવામાં અવશે અને હરખભેર આવતા 2025ને આવકાર આપવામાં આવશે. ત્યારે સમગ્ર ખેડા જિલ્લામાં પોલીસ કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે હેતુસર એક્ટિવ થઈ ચૂકી છે. વાહનોનું સધન ચેકીંગની કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લાવાસીઓ નવા વર્ષની ઉજવણીને વધાવવા આતૂર થયા છે. […]

Gujarat

ધોરડોના સફેદ રણમાં ક્રિસમસ વૅકેશનમાં દિવાળી જેવો માહોલ

નવા વર્ષ 2025ની ઉજવણી માટે કચ્છમાં હજારો પ્રવાસીઓ ઊમટી પડ્યા છે.ધોરડોના સફેદ રણમાં ક્રિસમસ વૅકેશનમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે. કડકડતી ઠંડી વચ્ચે પખવાડિયાથી સહેલાણીઓનો ધસારો વધતા હોટલ, રિસોર્ટ, ભૂંગા ફૂલ છે. રવિવારની રજાઓના મોટી સંખ્યામાં સહેલાણીઓ સફેદ રણની ચાંદની માણવા માટે ઉમટ્યા હતા જેના કારણે સફેદ રણમાં વિવિધ રંગો સર્જાયા હતા.એક અંદાજ પ્રમાણે 1 […]

Gujarat

માધાપરની પ્રાથમિક શાળામાં 75 વર્ષનો ઐતિહાસિક સંગ્રહ એક જ ક્લિકમાં

ભુજના પરા સમાન માધાપરમાં નવાવાસમાં આવેલી સરસ્વતી વિદ્યાલય ખાતે ભૂકંપ બાદ ભૂતપૂર્વ છાત્રોના ફાળાથી કલાવારસો અને સંસ્કૃતિ જાળવવા 60 લાખના ખર્ચે અનોખી પહેલ કરાઇ છે. રામચંદ્ર મારાજે ઇ.સ.1939માં ભાડાના મકાનમાં ખાનગી પ્રા. શાળા સરસ્વતી વિદ્યામંદિરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેને પટેલ જ્ઞાતિ મંડળે હસ્તક લઇ 1950માં માધાપર સરસ્વતી વિદ્યાલયમાં તબદિલ કરી ત્યારે પ્રથમ શિક્ષક પણ […]

Gujarat

ભુજમાં 10.8 અને નલિયા 6.5 ડીગ્રી તાપમાન નોંધાયું, લોકો ઠંડીમાં ઠૂઠવાયા

કચ્છમાં ઠંડીના લઘુતમ પારામાં સામાન્ય વધઘટ નોંધાઈ છે તેમ સવાર સાંજ પડતી ભારે ઠંડીમાં કચ્છવાસીઓને ખાસ રાહત મળી શકી નથી. જિલ્લા મથક ભુજથી લઈ પશ્ચિમ કચ્છના સરહદી નલિયા સુધી શીત લહેર છવાયેલી રહી છે. ભુજ શહેરનું ન્યૂનતમ તાપમાન આજે એક ડીગ્રી ઘટાડા સાથે 10.8 રહ્યું હતું. જેને લઇ વહેલી સવારે તીવ્ર ઠંડીનો અનુભવ થયો હતો, […]

Gujarat

પવનચક્કીના ભાગોનું પરિવહન કરતું ટ્રેલર આડું પડતા લુડબાય સુધી જામ, એમ્બ્યુલન્સ પરત ફરી

ભુજ તાલુકાની રણ કાંધીએ આવેલા યાત્રાધામ હાજીપીર માર્ગે ટ્રાફિકજામની સમસ્યા અહીંથી પસાર થતા વાહનચાલકો માટે માથાના દુખાવા સમાન બની રહી છે. ગઈકાલે સર્જાયેલા ટ્રાફિકજામ બાદ આજે ફરી એજ સમસ્યા ઉદ્દભવી છે. લુડબાય થી ઢોરો ગામ વચ્ચે પવનચક્કીના ભાગોનું પરિવહન કરતું મહાકાય ટ્રેલર રસ્તો ઉતરી જતા પલટી ગયું છે. જેને લઈ લુડબાયથી ઢોરો સુધી વાહનોની કતારો […]