Gujarat

રાજસ્થાનથી આવતા પીકઅપને પોલીસે અટકાવ્યું તો આંખો પહોળી થઇ ગઇ, 4.75 લાખના દારૂ સાથે કુલ 7.80 લાખનો મુદ્દામાલ જપ્ત

બનાસકાંઠા LCBએ ટામેટાની આડમાં દારૂભરેલું પીકઅપ ડાલુ ઝડપી પાડ્યું છે, જેમાં LCB પોલીસ ને મળેલી બાતમી આધારે એક પીકઅપ ડાલુ રાજસ્થાન દારૂભરી ગુજરાતના કપાસિયા બોર્ડરથી પાર કરી અલગ અલગ રસ્તે પસાર થઈ પાલનપુર તરફ જનાર છે. જે સમયે LCBએ બાતમી હકીકત આધારે એક શંકાસ્પદ પીકઅપ ડાલુ આવતા તેને રોકાવી તપાસ કરતા ટામેટાની આડમાં દારૂ મળી […]

Gujarat

પાલનપુરમાં ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રક દુકાનમાં ઘૂસી જતાં અફરાતફરી મચી, સદનસીબે જાન હાનિ ટળી

પાલનપુરના બિહારી બાગ પાસે વહેલી સવારે એક ટ્રક દુકાનમાં ઘૂસી ગઈ હતી. પાલનપુર-આબુ હાઇવે પર ટ્રક ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક દુકાનમાં ઘૂસી જતાં નાશભાગ મચી હતી. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. બનાવના પગલે પાલનપુર પોલીસે ઘટના સ્થળ પર પહોંચી આગળની તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત્ જોવા મળી […]

Gujarat

રસ્તા પર મળેલો મોબાઈલ યાત્રાળુને પરત કર્યો; મૂળ માલિકે ખુશી વ્યક્ત કરતા ડ્રાઈવરના વખાણ કર્યા

અનેકો એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જ્યાં લોકો પોતાનો કિંમતી સામાન સહિતની અન્ય સામગ્રીને ક્યાંય ભૂલી જતા હોય છે કે પછી ગુમાવી દેતા હોય છે કે ખોવાઈ જાય છે. ત્યારે અમુક લોકો દ્વારા તે મળેલી વસ્તુઓને પરત મૂળ માલિક સુધી પહોંચાડી ઈમાનદારીની મિશાલ પેશ કરે છે. યાત્રાધામ અંબાજીમાં મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શનાર્થે આવે […]

Gujarat

નડિયાદ અને માતર બેઠકો પર રસાકસીનો જંગ, માતર બેઠક પર ભાજપના પૂર્વ ધારાસભ્યએ ઉમેદવારી નોંધાવતા ચૂંટણી રસપ્રદ બની

ખેડા જિલ્લા સહકારી સંઘની વ્યવસ્થાપક મંડળની ચૂંટણી આગામી 4 જાન્યુઆરીના રોજ યોજાનાર છે. સત્તાધારી પક્ષ ભાજપે પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે અને બેઠકો બિનહરીફ કરવા પ્રયાસો પણ કરાયા હતા. કુલ 13 બેઠક પૈકી 8 બેઠક બિનહરીફ આવી છે. અને બાકીની 5 બેઠકો પર 12 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાવાની છે. તેમાં પણ નડિયાદ અને માતર બેઠકો […]

Gujarat

ઈંગ્લિશ મિડિયમ સ્કૂલના આચાર્યે કહ્યું- વાલી સમક્ષ માફીનામું લખાવ્યું ને શિક્ષકને છૂટો કરી દીધો’, TPEOએ શાળાની મુલાકાત લીધી

ડાકોરમાં ઉમરેઠ રોડ પર આવેલ ભવન્સ ઈંગ્લિશ મિડિયમ સ્કૂલમાં શિક્ષકે વિદ્યાર્થીને માર મારવાનો મામલો ઉજાગર થયો હતો. જે બાદ શાળાના આચાર્ય અને શાળાના મેનેજમેન્ટે આ શિક્ષક સામે પગલાં ભરી તાત્કાલિક અસરથી શાળામાંથી છૂટા કરી દેવામાં આવ્યા છે. જ્યારે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી (TPEO)એ પણ શાળાની મુલાકાત લીધી છે. ડાકોર ઉમરેઠ રોડ ઉપર આવેલી ભવન્સ ઈંગ્લિશ મિડિયમ […]

Gujarat

નડિયાદમાં વાણિયાવાડ પાસેના ઓટલા- શેડ રાતે તોડી પડાયા

નડિયાદ શહેરના વાણિયાવાડ સર્કલને તોડી ત્યાં ટ્રાફિક સિગ્નલ લગાડ્યા બાદ વળાંકમાં અવરોધરૂપ ફુટપાથ પાલિકા દ્વારા દૂર કરી, રોડ બનાવવામાં આવ્યો હતો. જોકે, કિડની તરફથી મહાગુજરાત તરફના વળાંકમાં નડતરરૂપ 9 જેટલાં દબાણોને રવિવારે રાત્રે પાલિકા દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. મુખ્ય માર્ગ પર દુકાનદારો દ્વારા ઓટલાં બનાવીને શેડ બનાવી દેવામાં આવ્યા હતા. નડિયાદમાં વાણિયાવાડ જંક્શન પર […]

Gujarat

નડિયાદમાં સાન્તાક્લોઝ બની વૃદ્ધોને બ્લેન્કેટની ગિફ્ટ આપી

નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવનાર છે, ત્યારે નડિયાદમાં ખ્રિસ્તી સમુદાય દ્વારા અનોખી રીતે પર્વની ઉજવણી કરી હતી. સંત અન્ના પરિવારે વૃધ્ધાશ્રમમાં પહોંચી સાન્તાક્લોઝ બની વૃદ્ધ બા-દાદાને બ્લેન્કેટની ગીફ્ટ આપી હતી. સાથે સાથે મોં મીઠું કરી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. બુધવારે 25મી ડિસેમ્બરના રોજ નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે ખ્રિસ્તી સમુદાયના લોકો આ […]

Gujarat

મહુધાના તાલુકા સ્વાગત કાર્યક્રમમાં કાગળ પર ઉકેલના ઘોડા દોડાવતા રોષ

મહુધા મામલતદાર કચેરી ખાતે યોજાયેલ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં સરકારી બાબુઓ દ્વારા કાગળ પર ઉકેલના ઘોડા દોડાવવામાં આવતાં અરજદારોમાં ભારે રોષ ફેલાયો છે.દબાણો દૂર કરવા માટે માત્રને માત્ર નોટિસ આપીને સંતોષ માનતાં સરકારી બાબુઓ સામે સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે. રાજ્ય સરકાર દ્વારા પ્રજાજનોના પ્રશ્નોનું અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તેવાં આશયથી મહિનાનાં દર […]

Gujarat

નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં વાદળો હટતા ફરી ખેડા જિલ્લો ઠંડીમાં ઠુઠવાયો

નડિયાદશય સમગ્ર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. જેના કારણે સમગ્ર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. જોકે આ વાદળછાયા વાતાવરણ બાદ આજે વાદળો હટતા ફરી ખેડા જિલ્લામાં ઠંડી શરૂ થઈ છે. ખેડા જિલ્લામાં ફરી એકવાર ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. છેલ્લા બે દિવસ દરમિયાન વાદળ છાયા વાતાવરણ બાદ આજે ફરી […]

Gujarat

નડિયાદની સી.બી.પટેલ આટર્સ કોલેજમાં ગુજરાતી વિભાગ દ્વારા વાગ્વર્ધિની સભાનું આયોજન, સ્નાતક અને અનુસ્નાતકના વિદ્યાર્થીઓએ ભાગ લીધો

ધી નડિયાદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સી.બી.પટેલ આર્ટસ કોલેજમાં આચાર્ય પ્રો.ડો.મહેન્દ્રકુમાર દવેની પ્રેરણા અને ઈન્ચાર્જ આચાર્ય ડો.સૂરજબેનની નિશ્રામાં ગુજરાતી વિભાગ દ્વારા વાગ્વર્ધિની સભાનું આયોજન કર્યું હતું. આ વાગ્વર્ધિની સભા સ્નાતક -અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓને લક્ષમાં રાખીને યોજાઈ હતી. આ કાર્યક્રમમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષા ડો.કલ્પનાબેન ત્રિવેદીએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. ગુજરાતી વિભાગના પ્રાધ્યાપિકા ડો.વિદ્યાબેન ચૌધરીએ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ગુજરાતી […]